<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ; ગુજરાત ATSએ બે લોકોની ધરપકડ કરી ;પૂછપરછ શરૂ

સામાન્ય પતરાના શેડ માંથી આ નશાની ફેકટરી ઝડપાઇ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી લેવાયું ;ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે.

સુરત : ગુજરાત ATS એ પલસાણામાં દરોડા પાડ્યા છે. અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે.

  કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડ માંથી આ નશાની ફેકટરી ઝડપાઇ છે. પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું. બાતમીના આધારે ATS એ દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું છે. બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું? અને કોણ કોણ સંડોવાયેલું છે? તેની તપાસ શરૂ કરવામાં આવી છે .

(11:47 AM IST)