<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે: જાણો ટ્રેનોની યાદી

રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે

રાજકોટ : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:-
1)   20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
2)  19 અને 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
3)  19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
4)  20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.તેમ જન સંપર્ક કાર્યાલય,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છે

(10:07 PM IST)