<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વડોદરામાં ધોરણ-10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક:63,000 સુધી પગાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરમેનની નોકરી મેળવવાની ઉત્તમ તક

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઘરઆંગણે નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સૈનિક (ફાયરમેન)ની 24થી વધુ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની મહત્વની જાણો માહિતી

આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 26000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે. ત્યારબાદ સરકારના નાણાં વિભાગના ઠરાવો પ્રમાણે કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-2 (પે મેટ્રીક્સ ₹ 19,900- ₹ 63,200)થી નિયમોનુસાર સમાવવામાં અંગે વિચારણા કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયરમેન પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹ 400 અને અનામત વર્ગના ઉમેદવારોએ ₹ 200 અરજી પેટે ઓનલાઈન ભરવાના રહેશે.

ફાયરમેનની ભરતી માટે સૌ પ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે. દરેક ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરવાના રહેશે. જે તે ટેસ્ટમાં અસફળ રહેલા ઉમેદવાર આગળના ટેસ્ટ તેમજ આગળની પ્રક્રિયા માટે ડિસ્ક્વોલિફાયર ગણાશે. શારીરિક ટેસ્ટની વિગતો આ પ્રમાણે છે.

શારીરિક કસોટીના તમામ ટેસ્ટમાં સફળતા પૂર્વક ક્વોલીફાયર થનાર તમામ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા મૌખિક કસોટી બાબતે ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે.

 

ઉપરોક્ત મુજબ સિલેબસ તેમજ લેખિત પરીક્ષા કૂલ 100 માર્ક્સ, કૂલ 100 પ્રશ્નો તથા દરેક પ્રશ્ન માટે 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. તથા પરીક્ષાનો સમય 90 મિનિટ રહેશે. તથા પરીક્ષામાં પાસ થનાર માટે લઘુતમ લાયકી ગુણ 35 માર્ક્સ રહેશે.

પ્રથામિક કસોટીના પરિણામના આધારે જે ઉમેદવારો અરજી ચકાસણીને પાત્ર થતા હોય, તેમણે વડોદરા મહાનગરપાલિકા જણાવે ત્યારે જરૂરી પ્રમાણપત્રો, દસ્તાવેજો સ્કેન કરીને વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈ https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ નોટિફિકેશન વાંચવું.

(10:04 PM IST)