તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
અમદાવાદમાં ૨૭મીએ યોજાશે નિશ્ચલ ઝવેરીનો ‘અલ્ફાઝ-એ-ઇશ્ક' ગઝલ શો
સંગીત અને કવિતાની ગહન અસર દ્વારા પ્રેમની સાર્વત્રિક ભાષાનો કરાવશે અનુભવ આ શો રોમેન્ટિક ધૂન અને ભાવનાત્મક ગીતોથી ભરપુર બની રહેશે

રાજકોટ તા. ૧૭: ગઝલ ગાયક, સંગીતકાર અને નિર્માતા નિヘલ ઝવેરીનો ગઝલ શો ‘અલ્ફાઝ-એ-ઇશ્ક' આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાશે. કાલાતીત ધૂન અને કાવ્યાત્મક છંદોથી ભરપુર સાંજ તમને સંગીતની ગહન લાગણીઓ અને સંગીતની તેજસ્વીતાની દુનિયામાં લઈ જવાનું વચન આપે છે. ‘અલ્ફાઝ-એ-ઇશ્ક' કોર્ન્સ્ટનું આયોજન આગામી ૨૭મી જુલાઇએ સાંજે ૮:૩૦ કલાકે અમદાવાદમાં સ્ટુડિયો રાગ ખાતે કરવામાં આવ્યું છે.
આ કોન્સર્ટમાં ગઝલોની મોહક કળા દ્વારા પ્રેમ તથા અભિવ્યક્તિનો સાર રજૂ થશે. કવિતા અને સંગીતનું સુંદર રીતે મિશ્રણ આ શોમાં માણવા મળશે. કવિતા સાથે નિヘલ ઝવેરીનો હૃદયપુર્વકનો સંબંધ અને તેની પ્રભાવશાળી ગાયનશૈલીએ તેને દેશભરના દર્શકોના ચહીતા બનાવ્યા છે. ‘અલ્ફાઝ એ ઇશ્ક' ગઝલોના શાશ્વત આકર્ષને સાચ્ચી શ્રધ્ધાંજલિ છે. આ શો દર્શકોને રોમાંચક ધૂન અને ભાવનાઓની સફરે લઇ જતાં ગીતોનો શાનદાર અનુભવ કરાવશે. જ્યાં પ્રત્યેક ગીત પ્રેમ અને લાગણીની કહાની રજૂ કરશે. એવી કહાની જે સાંભળનારા દરેકના દિલને સ્પર્શી જશે. નિヘલ ઝવેરીનો મનમોહક અવાજ દર્શકોના દિલને સ્પર્શી લેતી ગઝલોની દુનિયામાં લઇ જશે. તેઓ નવી રચનાના સમકાલિન આકર્ષણ સાથે ક્લાસીક ગઝલોનો સમન્વય પણ સાધશે. જે તેમને લાગણીઓના ઉંડા દરીયામાં તાણી જશે.
‘અલ્ફાઝ એ ઇશ્ક'ની પરિભાષા માત્ર સંગીત કળાને પ્રદર્શિત કરવા સુધી સિમીત નથી. તે કવિતાની સમૃધ્ધ પરંપરાને પણ જાળવી રાખશે. આ શો ઓરિજીનલ કમ્પોઝિશન સાથે પ્રતિષ્ઠીત કવિઓના છંદોની રજૂઆત સાથે પ્રેમ, લાગણી અને અભિવ્યક્તિની ઝીણવટતા સાથે રજૂ થશે. ઉદ્દબોધક છંદોથી લઇને ઝવેરીની પોતાની વ્યાખ્યાઓ સુધી બધુ જ તમારા હૃદયમાં વિશેષ સ્થાન બનાવી લેશે. શોમાં ઉપસ્થિત લોકો, દર્શકોને ઓરિજિનલ કમ્પોઝીશન સાથે મહાન કવિઓના છંદ સાંભળવાનો મોકો મળશે. સ્ટુડિયો રાગનો રંગારંગ માહોલ આ સંગીત કોન્સર્ટ માટે સાર્થક અને આદર્શ મંચ બની રહેશે. આ કારણે શોની એ સાંજ તમામ માટે યાદગાર બની રહેશે.
‘અલ્ફાઝ એ ઇશ્ક' સંગીત પ્રેમીઓ અને સંગીત તથા કવિતાની ખૂબસુરત સફરમાં સામિલ થવા સોૈને આમંત્રીત કરે છે. આપ લાંબા સમયથી ગઝલના શોખીન હો કે પછી નવા નવા શ્રોતા-દર્શક હો તમને નિヘલ ઝવેરીની સંગીત પ્રતિભા અને કાવ્ય છંદોથી સુસજ્જીત આ શો ચોક્કસપણે પસંદ પડશે તેવો આયોજકોનો વિશ્વાસ છે.
ઇવેન્ટનું નામઃ ‘અલ્ફાઝ-એ-ઇશ્ક-એક ગઝલ એક્સ્ટ્રાવાગાન્ઝા'
ક્યારે યોજાશેઃ તા.૨૭ જુલાઈ, ૨૦૨૪ સમયઃ સાંજે ૮:૩૦ વાગ્યે
સ્થળઃ સ્ટુડિયો રાગ, ૨૦૬, બીજો માળ, મૌર્ય અટરિયા કોમ્પલેક્ષ, જજીસ બંગલો ક્રોસ રોડ, મધર મિલ્ક પેલેસ પાસે, પ્રેમાંજલિ સોસાયટી, બોડકદેવ, અમદાવાદ
ટિકિટના દરઃ- રૂા. ૯૯૯થી શરૂ થાય છે
ટિકિટ બુક કરવા માટે આ લિંકનો ઉપયોગ કરી શકાયઃ-
https://in.bookmyshow.com/events/alfaz-e-ishq-a-ghazal-concert/ET00403204?webview=true
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
