<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

અમદાવાદ પોલીસ અશ્વદળના પાંચ ઘોડાના મૃત્‍યુ, ર૮ બિમાર : બેદરકાર પોલીસ ઇન્‍સ્‍પેકટર બારોટ સસ્‍પેન્‍ડ

રાજકોટ, તા., ૧૭: અમદાવાદની શાહીબાગ સિવિલ હોસ્‍પીટલ પાછળ આવેલા અને ઘોડા કેમ્‍પ તરીકે ઓળખાતા પોલીસ અશ્વદળ કેમ્‍પના પાંચ ઘોડાના મૃત્‍યુના સમાચાર બહાર આવ્‍યા બાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લીકે જાત તપાસ કરી ડીસીપી  રવિ મોહન સૈનીને સોંપેલી તપાસમાં અશ્વદળના પીઆઇ એમ.એસ. બારોટની ગંભીર બેદરકારી સપાટી ઉપર આવતા તેમને સસ્‍પેન્‍ડ કરી દેવાયા છે.

મળતી માહીતી મુજબ શાહીબાગ અશ્વદળ કેમ્‍પમાં સંખ્‍યાબંધ ઘોડાનું લાલન પાલન કરવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન ૩ ઘોડાના અને ચાલુ વર્ષે પ ઘોડાના મૃત્‍યુ થયા હતા. અયોગ્‍ય ખોરાક અને પાણીના કારણે ર૮ જેટલા ઘોડાને ઇન્‍ફેકશન થયું છે.

પોલીસ કમિશ્નર શ્રી મલ્લીકે અશ્વદળની ઓંચિતી મુલાકાત લઇ સ્‍થળ તપાસ કરતા ઘોડાની સ્‍થિતિ જોઇ ચોંકી ઉઠયા હતા અને તાત્‍કાલીક જરૂરી તબીબી સારવારની વ્‍યવસ્‍થા કરી હતી. લીલવાળુ પાણી અને ઘોડાને અપાતો ચારો અખાદ્ય હોવાના કારણે અસંખ્‍ય ઘોડાને ઇન્‍ફેકશન લાગુ પડયું હતું જે તાકીદની સારવારથી કાબુમાં લેવા પ્રયાસો થઇ રહયા છે.

(3:41 PM IST)