તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
ગુજરાતમાં ૧૫૮ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ
આજે પણ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં જુદા-જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજકોટ,તા. ૧૭: ગુજરાતમાં મંગળવારના રોજ ૧૫૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ ૪૫ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. પાટણ-વેરાવળ, માણાવદર અને વિંછીયામાં ૫ ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
પાટણ-વેરાવળમાં ૧૩૧ મીમી, માણાવદરમાં ૧૨૯ મીમી, વિંછીયામાં ૧૨૬ મીમી, જુનાગઢના માંગરોળમાં ૧૨૧ મીમી, માળિયા હાટિનામાં ૧૨૦ મીમી, ખેડબ્રહ્મામાં ૧૦૪ મીમી, ખંભાળિયા ૭૧ મીમી, વડગામ અને દાંતામાં ૬૭-૬૭ મીમી, કલ્યાણપુરમાં ૬૬ મીમી, મુંદ્રામાં ૬૪ મીમી, દ્વારકામાં ૬૩ મીમી, મેંદરડામાં ૬૦ મીમી, પોરબંદરમાં ૫૯ મીમી, લોધિકામાં ૫૬ મીમી, લાલપુરમાં ૫૪ મીમી, મહુધા અને પાલનપુરમાં ૫૩-૫૩ મીમી, રાજકોટમાં ૫૧ મીમી અને કચ્છના માંડવીમાં ૫૦ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય ૧૩૮ તાલુકામાં સામાન્યથી ૨ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે જયારે કચ્છ, મોરબી, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
