તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 17th July 2024
GMER કોલેજોને ૫૦ ટકા બેઠકો સરકારી ફીના ધોરણે ભણાવે : નરેન્દ્ર સોલંકી
ગુજરાતમાં શિક્ષણ મોંઘુ... સરકારે શિક્ષણનો વેપાર નહી સેવા આપવી જોઇએ

રાજકોટ તા. ૧૭ : ગુજરાતમાં GMERS મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારાની વિરૂદ્ધમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખી NSUI અને કોંગ્રેસ પક્ષનાં દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી. વિરોધ પ્રદર્શનને લીધે પોલીસ દ્વારા NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને ધ્યાને લઈને રાજય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. હાલમાં સરકારી ક્વોટામાં ૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ૧૨ લાખ ફી રહેશે.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર પહેલા ફીમાં મોટાપાયે વધારો કરે છે, ત્યારબાદ વિરોધ થતા આ ફ્રી માં આંશિક રીતે ઘટાડો કરે છે. દુઃખની બાબત એ છે ૧૯૯૪-૯૫ મા કોંગ્રેસ સરકારે ભાવનગર અને રાજકોટમા સરકારી મેડિકલ કોલેજ બનાવી એ પછી ૩૦ વર્ષમાં બીજેપી સરકારે એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી બનાવી. અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં શિક્ષણ ખુબ મોંઘું છે. સરકારે શિક્ષણનો વેપાર નહીં સેવા આપવી જોઈએ.
અમારી માંગણી છે કેગુજરાત માં ૧૯૯૫ થી કોઈ પણ સરકારી મેડિકલ કોલેજ ની સ્થાપના નથી થઈ અને ૬ જ સરકારી મેડિકલ કોલેજો છે તો માંગણી છે કે ૧૩ એ ૧૩ GMERS કોલેજો ને ૫૦ ટકા સીટો સરકારી ફી ના ધોરણે ભણાવવા માં આવે અને ૫૦ ટકા સીટો જે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેવી ફીનું ધોરણ નક્કી કરીએ મુજબ એડમીશન કરવામાં આવે તેવી અમારી માંગણી છે. તેમ NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
