News of Wednesday, 17th July 2024
મહેસાણામાં ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત, અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ હતો
સેમ્પલના રિપોર્ટ એક અઠવાડિયામાં આવશે. હાલમાં તે બાળકનું મોત થયું છે. તેની ઉંમર એક વર્ષ હતી.

અમદાવાદ :રાજ્યમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાંથી એક બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબોએ સેમ્પલ પુણે મોકલ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ એક અઠવાડિયામાં આવશે. હાલમાં તે બાળકનું મોત થયું છે. તેની ઉંમર એક વર્ષ હતી.
જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જેમાં વરેઠા અને ડાભલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદ સિવિલમાં દાખલ એક વર્ષીય બાળકનું શંકાસ્પદ ચાંદીપૂરા કેસથી મોતની આશંકા દર્શાવાઈ રહી છે. જોકે, આ બાળકનું મોત ચાંદીપુરા વાયરસને કારણે થયું છે કે નહીં તે તપાસ બાદ જ જાણવા મળશે. આરોગ્ય વિભાગે મહેસાણાના ગામમાં જઈને તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં વિવિધ જિલ્લામાં મળીને કુલ 10 બાળકોના મોત થયા છે. વધતો જતો મોતનો આંકડો તંત્ર અને લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
