News of Wednesday, 17th July 2024
ચાતુર્માસ નિમિત્તે : ચાંદ્રાયણ, ધારણા પારણા વગેરે નિયમો લેતા : SGVP હોસ્ટેલના વિદ્યાર્થોઓ તથા દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો

અષાઢ સુદએકાદશીથી તા.17-7-24થી ચાતૂર્માસ શરુથઇ રહ્યો છે ત્યારે ફકત ભગવત્ પ્રસન્નાર્થે તેમજ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી હોસ્ટેલ અને દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ કઠિનમાં કઠિન જેવા કે ધારણા પારણા કરવા, ચાંદ્રાયણ વ્રત કરવું,ચારેય માસ સુધી એકટાણા કરવા વગેરે નિયમો ધારણ કર્યા છે ઉપરાંત ઠાકોરજીને દંડવત,પ્રદક્ષિણાકરવી, સ્તોત્ર પાઠ કરવા,જનમંગલ સ્તોત્ર પાઠ કરવા, ગીતાજી પાઠ કરવા તેમજ વંદુ સહજાનંદ રસરુપ કિર્તનને 200 વર્ષ પુરા થાય છે ત્યારે તેના પાઠ કરવા વગેરે નિયમો ધારણ કર્યાછે.
ઉપરાંત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભણતા 25 જેટલા સંતોએ પણ ચાંદ્રાયણ વગેરે કઠિન વ્રતો ધારણ કર્યા છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
