તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર:45 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ :જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
પાટણ-વેરાવળ, માણાવદર અને વિંછીયામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો: માંગરોળમાં 121 મીમી, માળિયા હાટિનામાં 120 મીમી, ખેડબ્રહ્મામાં 104 મીમી, ખંભાળિયા 71 મીમી વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં મંગળવારના રોજ 158 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ 45 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. પાટણ-વેરાવળ, માણાવદર અને વિંછીયામાં 5 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
પાટણ-વેરાવળમાં 131 મીમી, માણાવદરમાં 129 મીમી, વિંછીયામાં 126 મીમી, જુનાગઢના માંગરોળમાં 121 મીમી, માળિયા હાટિનામાં 120 મીમી, ખેડબ્રહ્મામાં 104 મીમી, ખંભાળિયા 71 મીમી, વડગામ અને દાંતામાં 67-67 મીમી, કલ્યાણપુરમાં 66 મીમી, મુંદ્રામાં 64 મીમી, દ્વારકામાં 63 મીમી, મેંદરડામાં 60 મીમી, પોરબંદરમાં 59 મીમી, લોધિકામાં 56 મીમી, લાલપુરમાં 54 મીમી, મહુધા અને પાલનપુરમાં 53-53 મીમી, રાજકોટમાં 51 મીમી અને કચ્છના માંડવીમાં 50 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 138 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
