<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ

સાત વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ જોવા મળ્યા

ગાંધીનગર: વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ  સામે આવ્યો છે. સાત વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ જોવા મળ્યા છે. સાત વર્ષના બાળકને તાવ ખેંચ સાથે મગજના તાવની અસર છે. ચાંદીપુરા વાયરસની તપાસ કરવા સેમ્પલ લેવાયો છે. બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો છે.

(11:45 AM IST)