News of Friday, 12th July 2024
સાઉથ ગુજરાતમાં આજે મેઘરાજાનો ધામોઃ આજે ૬ કલાકમાં ગણદેવી ૪ ઇંચ, વ્યારા અને ચિખલી ૩ તો નવસારી, મહુવા અને સોનગઢ ૨ ઇંચ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા)વાપીઃ મેઘરાજાએ આજે સવારથી સાઉથ ગુજરાતમાં ધામો નાખ્યો હોય તેમ હેત વરસાવતા માત્ર ૬ કલાકમાં ૪ ઈંચ સુઘીનો ભારે વરસાદ નોંધાયો છે, ભારે વરસાદને પગલે સુરતથી વાપી સુધીના નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે.ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઇ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ગણદેવી ૯૨ મિમી, વ્યારા ૬૮ મિમી, ચિખલી ૬૩ મિમી, નવસારી ૫૪ મિમી, મહુવા અને સોનગઢ ૪૮ મિમી, વાલોડ ૪૫ મિમી, ડોલવણ ૩૮ મિમી, બારડોલી અને જલાલપોર ૩૩ મિમી, સુબીર ૨૮ મિમી, પારડી ૨૭ મિમી અને ઉચ્છલ ૨૫ મિમી વરસાદ નોંધાયેલ છે.આ ઊપરાંત રાજયનાં અન્ય ૫૪ જેટલા તાલુકાઓમાં ૧ મિમીથી ૨૪ મિમી સુઘીનો વરસાદ નોંધાયો છે
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
