News of Friday, 12th July 2024
ગુજરાત સહિત દેશભરમાં ફૈઝલે ૨૦૦ કરોડના સોનાની હેરફેર કર્યાનો એસઓજી તપાસમાં ધડાકો
દુબઈથી લિકવિડ ફોર્મમાં સોનાની દાણચોરી વાયા સુરત થી ગુજરાત નો ચકચારી મામલો ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સીપી અનુપમસિંહ ગેહલોતની શંકા સાચી ઠરી : મોલવી અબ્દુલ બનાતે દ્વારા વોટ્સેપ કોલીંગ દ્વારા એક દિવસમાં શકમંદ ચહેરાઓ સાથે ૪૦-૪૦ વખત વાત કોની સાથે કરી? ૫ ફોન એફએસએલમાં મોકલાયાઃ વિવિધ કેન્દ્રીય એજન્સીઓની સીપી દ્વારા મદદ માંગવામાં આવી હોવાની વ્યાપક ચર્ચા, બુલીયન આલમમાં હોટ ટોપિક ડીસીપી રાજદીપસિંહ નકૂમનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત, આ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીઆઇ અશોક ચોધરી સાથે અકિલાની વાતચીત

રાજકોટ તા.૧રઃ દુબઇથી વાયા સુરતમાં ગુજરાતમાં સર્વ પ્રથમ વખત લીકવિડ ફોર્મમાં સોનાની દાણચોરીનો સુરત એસઓજી દ્વારા તાજેતરમાં પર્દાફાશ થવાના પગલે પગલે સમગ્ર મામલામાં ઇન્ટરનેશલ રેકેટ હોવાની પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રથમથી જ વ્યકત કરેલ આશંકા સાચી ઠર્યા પછી આ બાબતે ચાલતી સર્વાંગી તપાસમાં ફેઝલ નામના શખ્સ દ્વારા ગુજરાતના વિવિધ શહેરો સહિત મુંબઇના ટોચના બુલિયનોના સંપર્કમાં હોવાનું મોલવી અબ્દુલમી બનાતની તપાસમાં રહસ્ય ખુલ્યા પછી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં આદેશ મુજબ ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં એસઓજી ની વિવિધ ટીમો કાર્યરત કરી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં એસઓજી પીઆઇ અશોક ચોધરી દ્વારા જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે એસઓજી ની વિવિધ ટીમો જેને શોધવા રચવામાં આવી છે તે ફૈઝલ દ્વારા અંદાજે ૨૦૦ કરોડનું સોનું દાણચોરી દ્વારા વિવિધ ટોચના બુલિયનોને પહોચાડવામાં આવ્યાની વ્યાપક ચર્ચાઓ સુરત, ગુજરાત,. મુંબઇ સહિત દુબઈના ટોચના જ્વેલર્સમાં ચાલી રહી છે.
સૂત્રોનાં કથન મુજબ પોલીસ કમિશનર અનુપંમસિંહ ગેહલોત દ્વારા પોતાના આઇબી વડા તરીકેનાં સેન્ટ્રલ એજન્સીઓ સાથેના પર્સનલ કોન્ટેક્ટ મુજબ ફેઝલ બાબતની માહિતી મેળવવા મદદ માંગવામાં આવી હોવાની વ્યાપક ચર્ચાઓ છે.
એસઓજી પીઆઇ અશોક ચોધરી કે જેમની ટીમ દ્વારા આ પ્રકરણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે અકિલા સાથેની વાતચીતમાં મોલવી અબ્દુલ બનાત દ્વારા દ્વારા વોટ્સેપ કોલિંગ મારફતે કેટલાક શંકાસ્પદ શખ્સો સાથે એક દિવસમાં ૪૦ થી વધુ વખત વાત કરી છે, ઇન્ટરનેશલ ગોલ્ડ રેકેટના સંપૂર્ણ પર્દાફાશ માટે તેમના પાંચે પાંચ મોબાઈલ એફએસએલમાં મોકલ્યા હોવાની બાબતને સમર્થન આપ્યુ છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
