તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
પાટણના રાધનપુર નજીક આણંદ - રાપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : 4 લોકોના મોત : 6 ઘાયલ
બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો

રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર જતી એસ.ટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેથી 4 લોકોના મોત થયા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે. જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજા પહોંચી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ વહેલી સવારે આણંદ - રાપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બસના ડ્રાઇવર અને કન્ડક્ટર તથા ટ્રકના ડ્રાઇવર-કલીનરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
