તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 12th July 2024
વન કર્મીઓ ઉભા રહીને જંગલો કપાવે છે : સાંસદ મનસુખભાઈ વસાવાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ
સાંસદ વસાવાએ ગંભીર આક્ષેપો સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી: ડેડીયાપાડા તાલુકાના બાંડી સેરવાન, કોલીવાડા તથા અલમાવાડી જેવા ગામોના આગેવાનોએ સાંસદને રૂબરૂ મળી જંગલ બચાવવા રજુઆત કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: ભરૂચ લોકસભાના સાંસદ અને આખાબોલા નેતાની છાપ ધરવાતા મનસુખભાઈ વસાવા વધુ એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે મનસુખભાઈ વસાવાના નિશાના ઉપર ડેડીયાપાડા તાલુકાના વન કર્મચારીઓ છે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ ગંભીર આક્ષેપો સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે, જેમાં તેઓએ વન કર્મીઓને આડે હાથ લઈ તેઓની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. મનસુખ વસાવાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ થકી જણાવ્યું છે કે, ડેડીયાપાડા તાલુકાના બાંડી સેરવાન, કોલીવાડા તથા અલમાવાડી જેવા ગામોના આગેવાનોએ તેમને રૂબરૂ મળી જંગલ બચાવવાની રજુઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વન કર્મીઓ ઉપર રહીને જંગલ કપાવે છે, ખેડાણ કરાવે છે. જેના કારણે આ વિસ્તારમાં જંગલ નષ્ટ થતું જાય છે. ગાયો, ભેંસો અને બકરાઓ વગેરે બે ચારો ચરવા માટે જંગલ બચતું જ નથી, જંગલ બચાવવા વૃક્ષછેદન અટકાવવું અને વૃક્ષારોપણના કાર્યક્રમ કરવાની રજુઆતો તેમને મળી છે.
મહત્વની બાબત છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાની બોર્ડરના ભાગે મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલું છે, પરંતુ આ વિસ્તારને પણ જાણે કે કમાણીનું સાધન અને આર્થિક લાભ થાય એ માટેના પ્રયાસ કેટલાક લોકો કરી રહ્યા હોવાની ચર્ચાઓ સાંસદની આ પ્રકારની પોસ્ટ
બાદથી શરૂ થઈ છે, જેમાં સીધા જ વન રક્ષક અધિકારી ઓની સંડોવણીની ગંભીર બાબતો ખુદ સાંસદ જણાવી રહ્યા છે,
હાલ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ હવે ગુજરાત વન સંરક્ષણ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિકો એ સાંસદની રજુઆતને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ કમિટીની રચના કરી થયેલા આક્ષેપો મામલે અત્યાર સુધી કેટલા વૃક્ષ જંગલ માંથી નષ્ટ થયા અને તેના લાકડા સહિતની સામગ્રી ક્યાં ગઈ તે દિશામાં તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રક્ષક જ ભક્ષક બને તો તબાહી શરૂ થાય તેમાં બેમત નથી.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
