News of Friday, 12th July 2024
રાજપીપળા ખાતે મહિલા અગ્રણી શિવાની મહેતાએ જરૂરિયાતમંદને લોહી આપી નવજીવન બક્ષ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં અનેકવાર મહિલાઓની સુવાવડ કે અન્ય ઇમરજન્સી માં દર્દીઓ ને લોહી ની ખાસ જરૂર પડે છે જોકે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક સહિત આવા સમયે લોહી ની વ્યવસ્થા થઈ જાય છે અને અમુક સમાજના લોકો દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખી બ્લડ એકત્રિત કરવામાં આવે છે. છતાં ક્યારેક અમુક ગ્રુપના લોહી માટે તકલીફ પડે ત્યારે સેવાભાવી લોકો પોતાનું બ્લડ આપતા જોવા મળતા હોય છે, જેમાં મહિલા અગ્રણી શિવાની બેન મહેતાએ એક જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું લોહી આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ, સ્કૂલ ટીચર અને અગ્રણી રાજપીપળા નિવાસી શિવાની બેન મહેતા ને ખબર પડી કે એક બિમાર વ્યક્તિ ને લોહી ની તાત્કાલિક જરૂર છે ત્યારે તેઓ વિના સંકોચે રેડ ક્રોસ બ્લડ બેન્ક પર પહોંચ્યા અને જરૂરિયાતમંદ વ્યક્તિ માટે પોતાનું લોહી આપી નવજીવન આપ્યું હતું.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
