તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Friday, 12th July 2024
નર્મદામાં આવશ્યક સેવાઓ માટે મોવી-દેડિયાપાડા રોડ ચાલુ રાખવા MLA ચૈતર વસાવાનું કલેકટરને આવેદન
આ રૂટ પર ચાલતી બસ, ૧૦૮-એમ્બ્યુલન્સ, સબવાહિની જેવી આવશ્યક સેવા ચાલુ રાખવા આવેદન: કેટલાક બહેનો ની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સા સામે આવ્યા છે, ગામડાના આપડાઉન કરતા વિદ્યાર્થીઓને ઘણી હાલાકી પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં કેટલાક માર્ગો બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તેમાં કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ રાખવા ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેકટર ને આવેદન આપ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના દ્વારા મોવી - દેડિયાપાડા રોડ (એસ.એચ.૧૬૦) રોડના રિપેરીંગના કામ માટે આ રોડ ને તા.૦૪/૦૭/૨૪ થી ૩૦/૦૯/૨૪ સુધી વાહન વ્યવહાર બંધ કરી દેડિયાપાડા થી રાજપીપળા જતા વાહનો ને દેડિયાપાડા-નિવાલ્દા- નિંગટ- નેત્રંગ થઈ મોવી તથા રાજપીપળાથી દેડિયાપાડા જતા વાહનોને મોવી- ખરાટા- કાંટીપાડા-નેત્રંગ થઈ દેડીયાપાડા ડાયવર્ઝન આપી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આ જાહેરનામાથી કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન રાજપીપળા અને પોલીસ અધિક્ષક, નર્મદાની સુચનાથી મોવી અને દેડિયાપાડા ખાતે લોખંડની ચેનલો અને એંગલો પણ ઉભી કારવામાં આવી છે, જેને કારણે આ રૂટ પર ચાલતી બસ, ૧૦૮-એમ્બ્યુલન્સ, સબવાહિની જેવી આવશ્યક સેવા માટે પણ નેત્રંગ થઈ જવું પડે છે માટે ઇમર્જન્સી કેસ રસ્તે મૃત્યુ પામતા હોય છે. કેટલાક બહેનોની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સાઓ સામે આવ્યા છે,
મોવીથી દેડિયાપાડા રૂટ પરના ગામડાઓના આપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મકાન બાધકામ મટિરિયલ અને ખેતી સામગ્રી લાવવા લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. જેવી સ્થાનિક લોકોની રજુઆતો અમારી સમક્ષ આવેલી છે. માટે આવશ્યક સેવાઓ બસ, ૧૦૮- એમ્બ્યુલન્સ, સબવાહિની અને આ રૂટ પર આવતા ગામડાઓમાં મકાન બાંધકામ મટીરિયલ અને ખેતી સામગ્રી માટે મોવી દેડિયાપાડા રોડ ખુલ્લો રાખવા ઘટતી કાર્યવાહી કરવા આવેદન માં રજુઆત કરાઇ છે
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
