તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 12th July 2024
CA ફાઈનલનું પરિણામ જાહેર: ઈન્ટરમિડિયેટના ટોપ-50માં સુરતના 3 વિદ્યાર્થી: રત્નકલાકારનો દીકરો શહેરમાં પ્રથમ ક્રમે
CA ઈન્ટરમિડીયેટમાં 18.42 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા : CA ફાઈનલમાં 19.88 ટકા વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા

સુરત :ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આજે CA અને CMA-2024નું પરિણા જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં CA ઈન્ટરમિડીયેટમાં 18.42 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે CA ફાઈનલમાં 19.88 ટકા વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. ખાસ વાત એ છે કે, સુરતના 3 વિદ્યાર્થીઓ ઈન્ટરમિડીયેટના ટૉપ-50માં સ્થાન મેળવ્યું છે.
CA ઈન્ટર મિડીયેટના ટૉપ-50માં સ્થાન મેળવનાર સ્વયમ જૈને ઑલ ઈન્ડિયામાં દસમો રેન્ક મળ્યો છે. જ્યારે રત્નકલાકારના દીકરા અક્ષિત લિંબાસીયા CA બન્યો છે. આ ઉપરાંત કોરોનાકાળ વખતે માનસિક તનાવમાં આવી જતાં પરીક્ષામાં ચાર માર્ક્સે રહી જનાર પ્રદ્યુમને પણ CAની પરીક્ષા પાસ કરી છે.
CA ફાઈનાન્સની પરીક્ષામાં 600માંથી 414 માર્ક પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમ મેળવનાર મૂળ જામનગરના જામવાડના વતની અક્ષિત લિંબાસીયા વેલંજા ઉમરા વિસ્તારમાં રહે છે. અક્ષિતના પિતા રત્નકલાકાર છે અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય છે. આવી અઘરી પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે અક્ષિત દરરોજ 10 કલાક જેટલી મહેનત કરતો હતો.
આવી જ રીતે CAની પરીક્ષામાં 600માંથી 383 માર્ક્સ મેળવીને બીજા ક્રમે આવનાર પ્રદ્યુમન સોનીએ જણાવ્યું કે, કોરોના કાળમાં પરિવારમાં બે સભ્યોના મોત થતાં હું તનાવમાં આવી ગયો હતો અને ચાર માર્ક્સે નાપાસ થયો હતો. જો કે મેં પછી ખૂબ જ મહેનત કરી અને અલગ-અલગ વિષયોમાં 4 થી 8 વખત રિવિઝન કરતો હતો. આખરે મારું CA બનવાનું સપનું સાકાર થયું.
CA ઈન્ટર-2024 અને CA ફાઈનલનું પરિણામ ચેક કરવા માટે ઉમેદવારો ICAIની સત્તાવાર વેબસાઈટ icai.nic.in પર જઈને ચેક અને ડાઉનલોડ કરી શકે છે. આ માટે વિદ્યાર્થી પાસે પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર હોવો જોઈશે.
CA ઈન્ટરમિડિયેટના પરિણામની વાત કરીએ તો, ગ્રુપ-1માં 117764 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 31,978 પાસ થયા છે. જ્યારે CA ઈન્ટર ગ્રુપ-2માં 71,145 વિદ્યાર્થીઓ પૈકી 13,008 પાસ થયા છે. જ્યારે બન્ને ગ્રુપ માટે 59,956 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પાકી 11,041 પાસ થયા છે.
આવી જ રીતે CA ફાઈનલ ગ્રુપ-1માં 74,887 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 20,479 પાસ થયા છે. ગ્રુપ-2માં 58,891 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 21,408 પાસ થયા છે. જ્યારે બન્ને ગ્રુપની પરીક્ષામાં 35,859 વિદ્યાર્થીઓ પૈકી 7122 પાસ થયા છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
