તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 11th July 2024
સુરતમાં મોડી રાતે ડ્રગ્સની આશંકાએ ૩૮ સ્થળોએ અચાનક ચેકીંગ
સ્મોકિંગ ઝોનમાં મોડી રાત સુધી યુવા પેઢી બેસી ન રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંવાદનો સેતુ સાધવા વડોદરા સીપી તરીકે ખૂબ સફળ રહેલ પ્રયોગ ફરી અમલમાં : ડીસીપી રાજદીપસિંહ નકુમ, ડ્રગ્સના કાળો કારોબાર કરનારને આખો શિયાળો યાદ રહે તેવી ટ્રીટમેન્ટ આપવાનાં જાહેરમાં અને પરિવાર સમક્ષ સોગંધ લેનાર પીઆઇ અતુલ સોનારા સાથે પીઆઇ અશોક ચોધરી વિગેરેને મહત્વની જવાબદારી સુપ્રત

રાજકોટ તા.૧૧: વિવિધ પાન પાર્લર , કાફે અને ચાની દુકાનો સાથે સ્મોકિંગ ઝોનમાં બેસી રહેતી યુવા પેઢી ધીરે ધીરે ડ્રગનાં રવાડે ચઢી જાય છે તેવું પોલીસ કમિશનર અનુપમખ્સિંહ ગેહલોત દ્વારા વડોદરાની પોતાની પ્રથમ ટ્રમમાં વાલીઓની વ્યથા સાંભળી જે અનુભવ કર્યા બાદ જે પગલાંઓ યુવા પેઢીને બચાવવા લીધેલ તેને કારણે વડોદરાવાસીઓ દ્વારા આજની તારીખે અનુપમસિંહ ગેહલોત માટે આદરની લાગણી ધરાવે છે તેવા પોતાના ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઉપરોકત સફળ અભિયાન ચલાવેલ.
તેનું સુરતમાં પુનરાવર્તન કરી ડીસીપી રજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાનનું સુકાન જેમને સુપ્રત કરેલ છે તેવા ૧ લાખની મેદની વચ્ચે ધર્મ ગુરૂની ઉપસ્થિતિમાં ડ્રગ માફિયાઓનો સફાયો કરવાનાં જાહેર સોગંધ લીધા પછી પોતાના સંતાનોની ઉપસ્થિતિમાં સોઞંઘ લેનાર એસઓજી પીઆઇ અતુલ સોનારા સાથે પીઆઇ અશોક ચોધરીને જે જવાબદારી સુપ્રત કરી છે તેવી આં ટીમ દ્વારા યુવા પેઢીની જયા સહુથી વધુ બેઠક રહે છે તેવા ૩૮ સ્થળોએ ચેકીંગ કરી યુવા પેઢીને આવા સ્થાનો પર રાતે ૧૧ વાગ્યા બાદ ન બેસવા સમજાવટ કરી હતી, આ વાત વાલીઓ સુધી પોહચી જતા સંખ્યાબંધ વાલીઓ દ્વારા પોલીસ કમિશનરને રૂબરૂ, ટેલિફોન દ્વારા કોન્ટેક્ટ કરી અભિનંદન આપેલ.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
