તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 11th July 2024
ગૌમાસ અને હાથીના દાંત વેચાણના કારોબારના નેટવર્કનો વડોદરા SOG દ્વારા પર્દાફાશ
ધૃણાસ્પદ પ્રકારના ધંધાઓ ફાલ્યા ફુલ્યા હોવાની સીપી નરસિંહમાં કોમારની શંકા પીઆઇ વિવેક પટેલ ટીમની તપાસમાં યથાર્થ ઠરી : હાથીના દાંત દેખાવવાના અને ચાવવાના જુદા હોવા સાથે કિંમતી હોવાની જાણ થતાં યુપીનો શખ્સ લલચાઇ ગયેલો : અકિલા સમક્ષ પીઆઇ વિવેક પટેલ વાયરલ કિસ્સાઓનો ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ તા.૧૧: વડોદરા પોલીસ કમિશનર તરીકે રાજ્યના ખૂબ હાર્ડ વર્કર અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારીઓ પૈકીના નરસિંહમાં કોમારની નિમણુક થયા બાદ વડોદરામાં સામાન્ય ગુન્હાઓ સાથે મિલકત વિરોધી ગુન્હાઓ સહિત કવોલેટી પ્રકારની કાર્યવાહી કરવા આપેલી સૂચના મુજબ વડોદરા એસઓજી બ્રાન્ચના પીઆઇ વિવિક પટેલ દ્વારા ૨૦૦ કિલો જેટલુ ગૌમાંસ અને હાથીના દાંત વેચાણ જેવા કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પીઆઇ વિવેક પટેલે જણાવેલ કે,પોલીસ કમિશનરશ્રી દ્વારા મને અમારી ટીમને હાથીદાંતના રેકેટ અંગે પણ કેટલીક ટીપ આપેલ.
આઇ.જે.રાઉલજી નાઓને બાતમી હકીકત મળેલ કે, વડોદરા નવાયાર્ડ રોડ, લોકોશેડની સામે રસુલજીની ચાલમાં રહેતાં ઇરફાન મૈયુદીન કુરેશી તથા તેનો મોટોભાઇ તેમના મકાનમાં ગૌવંશ માસનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે ૅ વિગેરે મતલબની બાતમી હકીકત આધારે બે પંચોને સાથે રાખી રેઇડ કરતાં ગૌવંશ માંસ આશરે ૨૦૦ કિલો તથા વજનકાંટો, વજનીયા, લાકડાનો ટબ્બો, ધાતુના છરા, સોયો વિગેરે સાધન સામગ્રી મળી આવેલ. જેથી સ્થળ ઉપર એફ.એસ.એલ. અધિકારીશ્રી તથા વડોદરા મહાનગર પાલિકાના વેટેનરી ઓફીસરશ્રીઓને બોલાવી પકડાયેલ ઇસમના કબજાના મકાનમાંથી મળી આવેલ ગૌવંશ માસનું પરીક્ષણ કરાવડાવી કુલ્લે કિ.રૂા.૫૭,૭૨૫/- ના મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી આગળની વધુ તપાસ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીમાં ઇરફાન મૈયુદીન કુરેશી, રહે. રસુલજીની ચાલ, લોકોશેડની સામે, નવાયાર્ડ રોડ, ફતેહગંજ, વડોદરા શહેર
ઇરફાન શેખ જે હેન્ડીકેફ છે તે પોતાની ઓટો રીક્ષા નંબર જી.જે.૬ એ.એ. ૪૩૦૭ માં ગેરકાયદેસર રીતે હાથી દાંત લઇ તેનો સોદો કરવા માટે ફરે છે અને હાલમાં યાકુતપુરા સ્લમ ક્વાટર પાસે ઉભા છે ૅ વિગેરે મતલબની બાતમી હકીકત આધારે બે પંચોને સાથે રાખી રેઇડ કરતાં સ્થળ ઉપરથી બાતમી હિકકત વાળી રીક્ષામાંથી મહંમદઇરફાન ની રીક્ષામાંથી એક હાથી દાંત કબજે કરવામાં આવેલ છે તથા આ હાથીદાંત વેચાણ કરવા માટે આપેલ આઝાદહુસેન જબ્બારખાન પઠાણ રહે. અજબડી મીલ વડોદરા નાઓ ના ઘરે તપાસ કરતા બીજો હાથી દાંત તેઓના રહેણાંક મકાનમાંથી કબજે કરવામાં આવેલ છે. જે અમુલ્ય હાથીદાંત બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે. જે બંન્ને હાથીદાંત બાબતે આઝાદહુસેન નાઓને પુછપરછ કરતા આ હાથીદાંત આશરે સને - ૨૦૨૦-૨૦૨૧ માં કોરોનાની મહામારીના સમયગાળા દરમ્યાન ગોલ્ડન ચોકડી પાસેથી એક અજાણ્યા ટ્રક ડ્રાઇવર પાસેથી લીધેલ હોવાની હિકકત જણાવતો હોય, જે બાબતે આગળની વધુ તપાસ કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવેલ છે. તેમ પીઆઇ વિવેક પટેલ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું હતું.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
