News of Thursday, 11th July 2024
સુરતના પૂર્વ કોર્પોરેટર-આપ ના પ્રદેશમંત્રી દિનેશભાઈ કાછડિયાનું પાર્ટીમાંથી રાજીનામું

અમદાવાદ :લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના રાજકારણમાં હલચલ વધી છે, સુરતમાં પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને રજીનામું આપી દીધું છે. રાજીનામાંમાં ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું તેમ જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણી બાદ દિનેશ કાછડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું, તેમની સાથે તેઓના 200 જેટલા સમર્થકોએ પણ કોંગ્રેસ છોડી હતી
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
