તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા : પ્રમુખ તરીકે જશવંતભાઈ પટેલ, માનદ મંત્રી તરીકે કિરીટભાઈ પલાણ તથા ખજાનચી તરીકે જીતુભાઇ પટેલની ત્રણ વર્ષ માટે વરણી
ઓનલાઇન ફાર્મસી સામે લડત તથા કોર્પોરેટ કંપનીઓ સામે કંઇ રીતે ટકી રહેવું તે સંદર્ભે સતત સક્રીય રહેવાનો અકિલા સમક્ષ કોલ આપતા પ્રમુખ જશવંતભાઈ : સમગ્ર ગુજરાતમાં 32000 દવાના વેપારીઓ ફેડરેશનના સભ્યો

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં કુલ 9 ઝોનમાં ફેલાયેલ અને 32000 જેટલા દવાના વેપારીઓ(રીટેલર્સ તથા હોલસેલર્સ)ના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ્સ એસોસીએશન્સ (FGSCDA)ની વર્ષ 2024 થી 2027 સુધીની ટર્મ માટેના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં પ્રમુખ તરીકે અમદાવાદ ઝોનના શ્રી જશવંતભાઈ(જશુભાઈ) પ્રહલાદભાઈ પટેલ, માનદ મંત્રી તરીકે કચ્છ ઝોનના શ્રી કિરીટભાઈ પ્રાગજીભાઈ પલાણ તથા ખજાનચી તરીકે નોર્થ ઝોનના શ્રી જીતુભાઈ શંકરભાઈ પટેલ ને આજરોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટાયેલા પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ(મો.98250 83286) અંદાજે 20 વર્ષોથી પણ વધુ સમયથી ગુજરાત કેમીસ્ટ્સ ફેડરેશનમાં હોદ્દેદાર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.
નવી ટર્મ માટે ચૂંટાયેલા પ્રમુખ શ્રી જશુભાઈ પટેલે અકિલા ને જણાવ્યું હતું કે પોતાની ટર્મ દરમિયાન ઓનલાઇન ફાર્મસીને કારણે યુવાધનને જે સંભવતઃ નુકસાન થઈ રહ્યું છે તેની સામે લડત આપવામાં આવશે.ઉપરાંત નવા - નવા કાયદાઓની યોગ્ય સમજણ સાથે સમય પ્રમાણે કોર્પોરેટ કંપનીઓની સામે કઈ રીતે ટકી રહેવું તે માટે દવાના તમામ વેપારીઓને સતત સહયોગ-માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે.
ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ્સ ફેડરેશન ની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે શ્રી વિજયભાઈ બી. પટેલ તથા સહાયક ચૂંટણી અધિકારીઓ તરીકે શ્રી મુકેશભાઈ વી. કોયાણી અને શ્રી અમિતભાઇ જે. પટેલ રહ્યાં હતાં. ચૂંટાયેલા હોદ્દેદારોને ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટ્સ એન્ડ ડ્રગીસ્ટ્સ ના ઝોન ઉપપ્રમુખ અને રાજકોટ કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ તથા રાજકોટ કેમીસ્ટ એસો. ના શ્રી અનિમેષભાઈ દેસાઈ, બાબુલાલ ભુવા સહિતના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
