<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

સાણંદ તાલુકાના માણકોલ ખાતે અમરાપુરી ધામ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અનુસરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાના માણકોલગામે અમરાપુરી ધામ મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં અમરાપુરી ધામ પરમ પૂજ્ય મહંતશ્રી સદાશિવ બાપજી, અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય દયારામભાઈ કોળી પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભુભાઈ કોળી પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, કિરીટભાઈ કોલી પટેલ સાણંદ એપીએમસી ડિરેક્ટર, સામજિક અગ્રણી નટવરભાઈ મુખી, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક રસિકભાઈ કોળી પટેલ, દયારામભાઈ સરપંચ, સોસીયલ મીડિયા કાર્યકર વિરસંગભાઈ કોળી પટેલ, તાલુકા સંયોજક ભવાનભાઈ જાદવ, શૈલેશભાઈ કોળી, કિશનભાઈ, નરપતભાઈ સહિત સામાજિક આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.

(10:48 PM IST)