<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રાજપીપળા પોલીસ સ્ટેશન માં રથયાત્રાને લઈને ASP લોકેશ યાદવની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આવનારી રથયાત્રાને લઈ રાજપીપળા ડિવીઝનના ASP લોકેશ યાદવની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. મિટિંગમાં હાજર હિન્દુ, મુસ્લિમ સહિત અન્ય સમાજના  અગ્રણીઓના સૂચનો સાંભળી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સૂચના આપી હતી.
    રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની મિટિંગમાં હિન્દુ, મુસ્લિમ, અન્ય સમાજના આગેવાનો તેમજ ASP લોકેશ યાદવ, ઇન્ચાર્જ ટાઉન પીઆઈ અને DySp કુણાલસિહ પરમાર,  એકતાનગર DySp સંજય શર્મા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બેઠક માં નાગરિકોના સૂચનો સાંભળી પોલીસ અધિકારીઓએ તેના ઉકેલ બતાવ્યા હતા , સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સૌએ પૂરતો સહકાર આપવા પોલીસે જણાવ્યું હતું. આ મિટિંગ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
 રાજપીપળા નગરપાલિકાના હાજર પ્રતિનિધિને પોલીસ અધિકારીઓએ ખુલ્લી ગટર અને ખાડા માટે તેમજ રથયાત્રામાં કોઈ દોડધામ ના થાય એ માટે રસ્તા પર રખડતા જાનવરોને ડબ્બે પૂરવા જેથી કરીને સૂચના આપી રથયાત્રામાં કોઈને તકલીફ ના પડે તેવી સૂચના આપવામાં આવી હતી.
 આ રથયાત્રામાં પ્રથમ વાર એમ્બ્યુલન્સ સાથે રહેશે અને ફાયર બ્રિગેડ પણ જોડાશે.. આગલા દિવસે તારીખ ૬ ના રોજ ડ્રોન રથયાત્રાના રૂટનું સર્વે કરશે અને ફૂટ પેટ્રોલિંગ સહિતની તમામ તકેદારી રાજપીપળા પોલીસે રાખી છે. તેમ DySp કુણાલસિહ પરમારે જણાવ્યું હતું

(10:44 PM IST)