તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
અમદાવાદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો : કોંગ્રેસ-ભાજપના કાર્યકરોનો સામ-સામે પથ્થરમારો
કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની: પથ્થરમારામાં પોલીસકર્મી પણ ઘાયલ

અમદાવાદ: રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો છે. કોંગ્રેસ ઓફિસ નજીક ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની છે. બન્ને પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાની ટીમ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી. જ્યાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જ્યાં પોલીસની હાજરીમાં જ મામલો બિચક્યો હતો અને બન્ને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થમારો થયો હતો
વિરોધ પ્રદર્શનને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, તેમ છતાં સ્થિતિ વણસી હતી.
સામ-સામે પથ્થરમારાની આ ઘટનામાં પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે કોંગ્રેસ નેતા ગીતા પટેલે કહ્યું કે, તેઓ બપોરે ચાર વાગ્યા અમારા પ્રદેશ કાર્યાલય આવીને પથ્થમારો કરીને ગયા છે. તે સમયે અમે અમારા કાર્યાલયમાં હતા. આમ કાયરતાપૂર્વક પથ્થરમારો કરી રહ્યા છે. જો કોઇને ગંભીર ઇજા પહોંચે તો આનો જવાબદાર કોણ? અમે પહેલાથી જ પોલીસને કહ્યું હતું કે તે લોકો કોંગ્રેસ ઓફિસ વિરોધ પ્રદર્શન કરવા આવવાના છે. પોલીસની હાજરી છતાં આ પ્રકારે પથ્થરમારો કેટલું યોગ્ય છે?
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
