તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું : બે કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ચીખલીમાં પોણા ચાર ઈંચ, વાવમાં ત્રણ ઈંચ, સૂઈગામ, બેચરાજી અને વઘઈમાં પોણા ત્રણ ઈંચ, વાંસદામાં સવા બે ઈંચ, થરાદ, ડોલવણ અને સિદ્ધપુરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ યથાવત : સર્વત્ર મેઘ મહેરથી ખેડૂતાના હૈયે ટાઢક : 157 તાલુકામાં મેઘ મહેર છવાઈ બનાસકાંઠા

આજે બપોર સુધીમાં કુલ 157 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આજે સવારથી ચીખલીમાં પોણા ચાર ઈંચ, વાવમાં ત્રણ ઈંચ, સૂઈગામ, બેચરાજી અને વઘઈમાં પોણા ત્રણ ઈંચ, વાંસદામાં સવા બે ઈંચ, થરાદ, ડોલવણ અને સિદ્ધપુરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે 147 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું છે. છેલ્લા 2 કલાકમાં લાખણી તાલુકામાં કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આ સાથે જ બપોર સુધીમાં કુલ 157 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.
આજે લાખણી તાલુકામાં બપોર સુધીમાં કુલ 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન થરાદમાં 26 મીમી, પાલનપુરમાં 23 મીમી, સિદ્ધપુરમાં 21 મીમી, ડાંગ-આહવામાં 20 મીમી, નડિયાદમાં 19 મીમી, સરસ્વતીમાં 18 મીમી, વાવ અને સુબીરમાં 13-13 મીમી, વાંસદા અને દાંતામાં 12-12 મીમી, પાટણ, ધાનેરા અને વસોમાં 11-11 મીમી અને દસ્ક્રોઈમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારથી ચીખલીમાં પોણા ચાર ઈંચ, વાવમાં ત્રણ ઈંચ, સૂઈગામ, બેચરાજી અને વઘઈમાં પોણા ત્રણ ઈંચ, વાંસદામાં સવા બે ઈંચ, થરાદ, ડોલવણ અને સિદ્ધપુરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે 147 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
