તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો ઇક્વિટી શેર્સનો આઇપીઓ કાલે ખૂલશે

અમદાવાદ : એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ બુધવાર, ૦૩ જુલાઇ, ના રોજ તેના ઇકિવટી શેર્સના આઇપીઓ (ઓફર)ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે મંગળવાર, ૨ જુલાઇ, ના કામકાજ ના એક દિવસ પહેલા રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, ૫ જુલાઇ રહેશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. ૯૬૦થી રૂ. ૧,૦૦૮ રહેશે. બિડ્સ લઘુત્તમ ૧૪ ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ ૧૪ ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
કંપની તેના દ્વારા લેવામાં આવેલા બાકીના ઉઘારની સંપૂર્ણ કે તેના કેટલાક હિસ્સાની પૂર્વ ચૂકવણી અને/અથવા પુનઃચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂની રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (એનએસઈ, બીએસઈની સાથે મળીને સ્ટોક એક્સચેન્જીસ) પર લિસ્ટિંગની યોજના છે.કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એકિસસ કેપિટલ લિમિટેડ, જેફ્રિઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનીંગ લીડ મેનેજર છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
