News of Tuesday, 2nd July 2024
આજે સુરત, નવસારી અને વલસાડમા અત્યંત ભારે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢમાં અતિભારે અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
૬ જુલાઈ સુધી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસશે : કાલે બનાસકાંઠા સુરત સહિતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી

રાજકોટ તા.૨ : હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, જૂનાગઢમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.
આજે 2 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં અન્યંત ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.
3 જુલાઈના રોજ બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.
4 જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર , આણંદ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
6 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર , આણંદ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
