<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

શું ‘કોડીંગ' હવે ‘આઉટટેડેટ' થઇ ગયું છે ?

અમદાવાદ : સૌપ્રથમ તો ‘કોડિંગ'  અને  ‘નો-કોડિંગ' વચ્‍ચેનો તફાવત જાણી લઈએ. કોડિંગમાં કમ્‍પ્‍યુટરની ભાષામાં એક એક લાઈન લખવી પડે છે. જયારે  ‘નો-કોડ'માં  ‘વિઝ્‍યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્‍વેજ નો ઉપયોગ થાય છે. આ બંને ટેકનોલોજી  ‘એપ્‍લિકેશન' બનાવવા માટે વપરાય છે. રોજબરોજની બદલાતી ટેકનોલોજીના યુગમાં  ‘કોડિંગ'  ‘આઉટડેટેડ' થઈ રહ્યું છે,  ‘નો-કોડ' મેથડથી તમે તમારા વ્‍યાપાર વ્‍યવસાયને વધુ સરળતાથી વિકસાવી શકો છો. તેવું મંતવ્‍ય અમેરિકા-સ્‍થિત  ‘મધુ-પા' કંપનીના ફાઉન્‍ડર અને સીઈઓ શ્રી શિવમ પૂજારાએ દર્શાવ્‍યું છે.

શિવમ પુજારા પ્રોડક્‍ટ ડિઝાઇન, ડેવલપમેન્‍ટ અને પ્રોડક્‍ટ ઇનોવેશનના નિષ્‍ણાત છે. તેઓ ટેકનોલોજી અને સફળતાના પ્રતીક એવા ‘આઈકોનિક એન્‍ટ્રપ્રિનિયોર' છે.

શિવમની યાત્રા એક સરળ પરંતુ, મોટા મિશન ‘ સાથે શરૂ થઈ. એમની આસપાસ ઘણા એવા લોકો હતા કે જેમની પાસે  ‘બિઝનેસ ‘ માટે  ‘ઇનોવેટિવ આઈડિયા ‘ તો હતા, પરંતુ, તેને અમલમાં કેવી રીતે મૂકવા તેની સમજ ન હતી. ત્‍યારે શિવમે તેઓના ઇનોવેટિવ આઈડિયા ‘ને સ્‍પષ્ટ, સરળ અને સફળ ઉત્‍પાદન એટલે કે,  ‘એપ્‍લિકેશન ‘માં રૂપાંતરિત કરવામાં મદદ કરી છે.

 ‘મધુ-પા' એ ‘ઈવા સોશિયલ', ‘ગો હેંગર', ‘મિયામી ડોલ્‍ફિન્‍સ માટે ૩૬૦ ડિગ્રી  ‘ઇન્‍ટર-એક્‍ટિવ ટુર' સાથે  ‘બુકિંગ એપ ‘ બનાવી છે. આ ઉપરાંત, વિંગ-મેન' એ એમની એક એવી પ્રોડક્‍ટ છે કે, જે  ‘પ્રાઇવેટ પ્‍લેન' ધરાવતા લોકોને  ‘પાયલટ' સાથે કનેક્‍ટ કરે  છે. જો કોઈ યુવાન  ‘પાઈલટ' બન્‍યો હોય તો તે આ  ‘પ્રોડક્‍ટ' દ્વારા   ‘ફીલાન્‍સર' તરીકે કામ કરી શકે છે.

શિવમ પૂજારાકહે છે, ‘નો-કોડ' ટેકનોલોજી પ્રોડક્‍ટ ડેવલપમેન્‍ટની સાઇકલમાં ક્રાંતિ લાવશે અને તેનાથી સમયની બહુ જ બચત થશે. વિશ્વના તમામ એક્‍સપર્ટ જેમ કે  ‘નીવીડીયા ‘ના પ્રેસિડન્‍ટ જૈનસેન હું આંગના મંતવ્‍ય પ્રમાણે હવે ‘કોડિંગ ઇસ ડેડ'.

વમ પૂજારાનો પરિચય

મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમેરિકાવાસી યુવાન શ્રી શિવમ પૂજારા એક ‘નો-કોડ' સોફટવેર કંપની ચલાવે છે. તેમણે એનએફએલ ટીમ',  ‘મિયામી ડોલ્‍ફીન્‍સ', તેમજ  ‘સિલિકોન-વેલી'ની  ‘વેન્‍ચર કેપિટલ ફર્મ્‍સ'  જેવી કે,  ‘એડ્‍જકેસ' જેવા મોટા ગજાના ક્‍લાયન્‍ટ્‍સ સાથે કામ કર્યું છે. અગાઉ જેનું નામ  ‘ફેસબુક' હતું એ  ‘મેટા' કંપનીનું ‘કન્‍સલ્‍ટીંગ' કર્યું છે. યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા બર્કલી સ્‍કાયડેકના  ‘એઆઇ-હેકેથોન'ની  ‘મેન્‍ટરશીપ' કરી છે. તેમણે અમેરિકાની વિખ્‍યાત વિલિયમ્‍સ કોલેજ તેમજ યુસી બર્કલીમાં અભ્‍યાસ કર્યો છે. શ્રી શિવમ પૂજારા  ‘નો-કોડ' ટેકનોલોજીના ઉપયોગ દ્વારા  ‘પ્રોડક્‍ટ ઈનોવેશન' અને  ‘ડેવલપમેન્‍ટ' ખાસ કરીને  ‘સોફટવેર પ્રોડક્‍ટ્‍સ'માં માસ્‍ટરી ધરાવે છે. સોફટવેરનું કોડીંગ એક લાંબી પ્રક્રિયા છે અને તેમાં  ‘બગ/એરર' આવવાની ઘણી શક્‍યતા રહે છે.  ‘નો-કોડ'  ‘વિઝ્‍યુઅલ પ્રોગ્રામિંગ લેન્‍ગવેજ  ‘પ્રોવાઈડ' કરીને સોફટવેર ડેવલપમેન્‍ટનું કામ ઝડપી અને સરળ બનાવે છે.

 

(કર્ટસી મહેશકુમાર એ. દોશી, મો. ૯૩૨૮૩ ૯૦૭૩૮)

(4:28 PM IST)