તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
સુરતના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ ભારે વરસાદથી પાણીમાં ઘેરાઇ ગયું : જુઓ વિડિયો
ખાડી ઓવર ફલો થવાના કારણે રસ્તો પણ બંધ કરવો પડયો

સુરત , તા., રઃ સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે જેને લઈને સુરત જિલ્લામાં આવેલા પલસાણાનું બલેશ્વર ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં ૩ દિવસથી વરસાદી માહોલ છે ત્યારે સુરત જિલ્લામાં પલસાણાનું બલેશ્વર ગામ ભારે વરસાદથી પ્રભાવિત થયું છે. બલેશ્વર ગામ જાણે બેટ માં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બલેશ્વર ગામમાં ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
પલસાણા ગામેથી પસાર થતી બત્રીસી ગંગા ખાડીમાં પાણીની ભારે આવક થઇ હતી. ગામમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બેરીકેટ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના નદીઓમાં પાણીની ભારે આવક થઇ હતી.
મામલતદારે જણાવ્યું છે કે, બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે. ખાડી ઓવરફ્લો થવાના કારણે બ્લેશ્વરથી કડોદરા સહિતના ગામમાં જવાના રસ્તા પાણી ભરવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. જોકે આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
