તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
નવા કાયદાનો દેશમાં સહુ પ્રથમ અમલ કરનાર પીઆઇ ચેતન જાદવ દેશદ્રોહી પ્રવૃતિ વિરૂદ્ધના મોટા મિશનમાં હિસ્સો બન્યા છે
સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને સુરત જીલ્લા પોલીસવડા હિતેષ જોયસરનાં માર્ગદર્શનમાં કાર્યવાહી કરનાર સુરતના ઓલપાડ જિલ્લાના આ પોલીસ અધિકારીને ઓળખો અરજદાર પર ગુસ્સે ન થવું, તેમને ચા પાણી પીવડાવી તેમની સમસ્યા શાંતિથી સાંભળવી, ભગવાન પછી કોઇ મદદગાર હોય તો પોલીસ છે તેમ વિચારી આવતા અરજદારની શ્રધ્ધા ન તોડવા લેખિત સુચના સ્ટાફને આપી લોકાભિમુખ પોલીસ કેવી હોય તેનું ઉતમ ઉદાહરણ આ પોલીસ અધિકારીએ પુરૂ પાડયું છે

રાજકોટ તા.૨: અંગ્રેજોનાં સમયના વિવિધ ફોજદારી ગુન્હાના કાયદાની કલમમાં છેતરપીંડી હોય કે હત્યા કે પછી હત્યાના પ્રયાસ વિગેરેમાં ધરમૂળથી થયેલ ફેરફાર અંતર્ગત નવા કાયદાનો પ્રથમ અમલ કરવાની દેશમાં સહુ પ્રથમ તક રેન્જ વડા પ્રેમવીરસિંહ અને સુરત જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શનમાં ઓલપાડનાં પીઆઇ ચેતન જાદવ ટીમને મળી છે, ત્યારે આ ગૌરવવંતી સિદ્ધિ મેળવનાર પીઆઇ ચેતન જાદવ દ્વારા ભૂતકાળમાં એટીએસમાં ખૂબ મહત્વના ઓપરેશન તત્કાલીન વડા હિમાંશુ શુકલ સાથે પાર પાડી અનેક સિદ્ધિઓ મેળવી છે.
હિન્દી ફિલ્મોને ટક્કર મારે તેવી સત્ય કથાઓનું તેમના દ્વારા ભારતીય જેમ્સ બોન્ડ તરીકે જાણીતા હાલ રો માં રહેલા હિમાંશુ શુકલ પર આખું પુસ્તક લખાયું છે, તેમની વિચારધારા હંમેશા લોકો, સામાન્ય લોકોની મદદ કરવાની રહી છે.
પોલીસ માટે ખાસ સૂચનોઃ પોલીસ સ્ટેશનનુ પગથિયુ ચડનારને તાત્કાલીક એની સમસ્યા બાબતે પુછી ચા પાણીનુ પુછવુ તથા એની સંપુર્ણ સમસ્યા એ બોલે ત્યાં સુધી સાંભળવી અને ત્યારબાદ એની સમસ્યાનુ સમાધાન કરવા પ્રયાસ કરવા.મહિલાઓ, બાળકો, વળધ્ધોના પ્રશ્નો માટે લેખિત ફરિયાદનો આગ્રહ ના રાખવો , સામાવાળાને તાત્કાલીક બોલાવી લાવવાથી મોટાભાગે એમના પ્રશ્નોનુ નિરાકરણ થઈ જાય છે.ઉદાહરણ તરીકે મા બાપને દીકરા દીકરી પરેશાન કરતા હોય, પતિ પત્નિ ના ઝગડા, ભાઇ બહેનના ઝગડા હોય તો બંને પાર્ટીને બોલાવી સમજાવટથી સમસ્યાનો સુખદ અંત લાવી શકાય.
ફરિયાદી કે અરજદાર પર ગુસ્સે ના થવુ, એને ઉતારી ના પાડવા , એમની સાથે ખરાબ વર્તન કરવુ નહી. પોલીસ સ્ટેશનથી જતી વખતે એના ચહેરા પર સ્મિત અને સંતોષની લાગણી થાય એ રીતે કાર્યવાહી કરવી. અરજદાર- ફરિયાદી ને સાંભળવાથી અને સાથે સાથે સામાવાળાને સાંભળવાથી ૯૦ ટકા કિસ્સાઓમાં સત્ય બહાર આવી જાય છે.લોકોને તકલીફ પડે એટલે ભગવાન પછી પોલીસને જ સૌપ્રથમ યાદ કરે છે , કોઈને પોલીસ સ્ટેશન આવવાનો શોખ થતો નથી ૧૦ થી ૨૦ ટકા લોકોને બાદ કરતા ૮૦ થી ૯૦ ટકા લોકો પ્રથમ વાર પોલીસ સ્ટેશને ન્યાયની અપેક્ષાએ પગ મુકતા હોય છે.
ફરિયાદી / અરજદારને સાંભળી ગુનો બનતો હોય તો દાખલ કરવો , ગુનો ના બનતો હોય અને એ હેરાન પરેશાન હોય તો એને એની સમસ્યા માટે કાયદાકીય રસ્તો સમજાવવો.ઉદાહરણ તરીકે સિવીલ મેટર, ગ્રાહક સુરક્ષા તકરાર, ચેક બાઉન્સ, પાણી- વીજળી- કોર્પોરેશન- પંચાયત ને લગતા પ્રશ્ન માટે સબંધિત કચેરી, વગેરે.
દરેક કિસ્સામાં સંવેદનશીલ બની માનવતા ભર્યુ વલણ રાખવુ.
ઓફીસ સ્ટાફે પ્રજાજનોને તથા અન્ય કચેરી તરફથી માગ્યા મુજબના દાખલા, માહિતી કાયદાકીય જોગવાઈ મુજબ સમય મર્યાદામા પુરી પાડવી. ચોકી- બીટ ઇન્ચાર્જ શ્રી ઓએ અરજી તથા ગુનાઓની તપાસ સત્યના માર્ગે સમય મર્યાદામા પુર્ણ કરવી. સરકારી વાહનો (પીસીઆર,મોબાઈલ) એ તાત્કાલીક કવીક રિસ્પોન્સ આપી તાત્કાલીક જગ્યાએ પહોંચવુ. પ્રોહી જુગાર નાર્કોટિક્સ ની બદીને જડમૂળથી નાબુદ કરવા તમામ પ્રયાસ કરવા. લીસ્ટેડ બુટલેગર પર રોજેરોજ રેડ કરી કાયદેસર કાર્યવાહી કરવી. એલાઈબી - વોચર્સએ વિસ્તારની તમામ ગતિવિધિઓથી વાકેફ રહી ઉપરી અધિકારીઓને વિના વિલંબે માહિતી આપવી.
કોર્ટ ડ્યુટી તથા સમન્સ વોરન્ટ ફરજ બજાવનારે કોર્ટ તરફથી કોઈ પ્રશ્નો ઉભા ના થાય અને સમન્સ વોરન્ટ બજવણી ૧૦૦ ટકા સુધી લઈ જવી અને વગર બજેલ સમન્સ વોરન્ટ મા નિવેદન અવશ્ય લેવા , કોર્ટમા મોકલવાના તમામ પત્રો, રિપોર્ટ, ચાર્જ શીટ, એફઆરઆઈ મુદામાલ અભિપ્રાય સમય મર્યાદામા મોકલી આપવા. નાઇટ રાઉન્ડ દરમિયાન ચોરી ઘરફોડ ના થાય તે માટે સઘન પેટ્રોલિંગ ફરવુ, બંધ મકાનો તરફ વધુ પેટ્રોલિંગ રાખવુ, શંકાસ્પદ ઇસમો - વાહનચાલકો ને રોકી પુછપરછ કરવી, સંતોષ કારક જવાબ ન આપે તો કાયદેસર કાર્યવાહી કરવી.
કોઈને પણ પોલીસ સ્ટેશન- ચોકી - બીટ ખાતે બેસાડી ન રાખવા, સામેથી એમને આવવાનુ કારણ પુછી જલદી છુટા કરવા.
આઇપીસી કલમ ૨૮૩ કે હવે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ મુજબ ૨૮૫ ની કલમમાં પરિવર્તિત થયેલ છે તે કલમ મુજબ રાત્રીનાં ૧૨.૩૦ કલાકે જૂનાગઢ પંથકના ટ્રક ચાલકે રાત્રીના સમયે કોઈ પણ જાતના રિફલેક્ટર રાખ્યા વગર જાહેર રોડ પર ર્પાકિંગ કરી અન્ય વાહનોને અડચણરૂપ થાય અને અકસ્માત થવાની સંભાવના મુજબ ટ્રક ચાલક યાસીન કાસમ સામે ગુન્હો દાખલ કરી અટકાયતી કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ તેજસભાઈ દ્વારા થયેલ હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
