તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st July 2024
તિલકવાડાના અગર ગામની સીમમા રમતા ભાઈ બહેન પૈકી ભાઈ ને કરંટ લાગતા આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામમાં એક બાળક ને કરંટ લાગતા આબાદ બચાવ થયો હતો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સુમિત્રાબેન સંજયભાઇ ભીલ(રહે,અગર તા. તિલકવાડા જી.નર્મદા0 નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના બે સંતાનો અગર ગામની સીમમા રમતા હતા ત્યારે દીકરા સંદિપ સંજયભાઇ ભીલ ઉ.વ.૧૨ પોતાના ખેતરે પોતાની બહેન પ્રિયંકા સાથે રમતો હતા તે વખતે વીજ લાઇનના થાંભલાને પકડવા જતા તેને ડાબા હાથની હથેળીમા વીજ કરંટ લાગતા ઇજા થઇ હતી. સદનસીબે કરંટ લાગવા છતાં તેનો આબાદ બચાવ થયો હતો. તિલકવાડા પોલીસે આ બાબતે નોંધ લીધી છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
