<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં આખી રાત મેઘરાજા મન મૂકીને વરસ્યા

રાજપીપળા શહેરમાં મુખ્ય માર્ગો ધોવાતા ખાડાઓમાં પાણી ભરાયાં:રૂપિયા દોઢ કરોડથી વધુના ખર્ચે રીનોવેશન કરાયેલા રાજપીપળા એસટી ડેપો માં ધાબુ ગળતા મુસાફરોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં શનિવારે રાતથી મનમૂકીને વરસાદ વરસ્યો અને અને રવિવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે જેના કારણે સર્વત્ર ઠંડક પ્રસરી છે. જોકે એક ધારો આખી રાત વરસાદ વરસતા રાજપીપળાનો મુખ્ય માર્ગ ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા પડતા પાણી નો ભરાવો જોવા મળ્યો હતો.
ખેડતો માટે આ વરસાદ ખૂબ સારો ગણી શકાય માટે વાવણી કરી ચૂકેલા કે કરતા ખેડૂતો આ વરસાદથી ખુશ નજરે પડે છે.
૨૦૧૮ના વર્ષમાં દોઢ કરોડ થી વધુ ના ખર્ચે રાજપીપળા એસટી ડેપો નું રીનોવેશન કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ આ ડેપો નું ધાબુ લીકેજ જણાયું અને હાલમાં પણ વરસાદ પડતાં ડેપો ના ધાબા પરથી પાણી ગળતા આ પાણી પ્લેટફોર્મ પર બસ ની રાહ જોઈ બેઠેલા મુસાફરો ઉપર પડતાં મુસાફરોની હાલત કફોડી બની હતી
દોઢ કરોડ અધધ ખર્ચે તો કદાચ ચાર નવા ડેપો ઊભા થઈ શકે ત્યારે ખાલી રીનોવેશન માટે દોઢ કરોડ નાખ્યાં બાદ પણ જૂની કોઈપણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે માત્ર જૂના કપડાં કાઢી નવા પહેરાવ્યા હોય એમ જે તે સમયે કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી હાલમાં ધાબુ પણ લીકેજ છે. મામૂલી વરસાદ માં જો પાણી ધાભા પરથી પાણી પડતું હોય તો ક્યારેક ખતરનાક વરસાદમાં એસટી ડેપોનો કોઈ ભાગ તૂટી પડે તેવી શકયતાઓ નકારી ના શકાય માટે એસટીના અધિકારીઓ આ મુદ્દે મુસાફરો અને સ્ટાફ ની સલામતી બાબતે ગંભીરતાથી વિચારી યોગ્ય કામગીરી કરાવે તો કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી શકે

(11:51 PM IST)