<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વન કર્મીને બેફામ ગાળો બોલનાર નેત્રંગ વનવિભાગના મહિલા RFO વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

નેત્રંગ રેન્જના બીટગાર્ડ એ આપેલી ફરિયાદ માં આ મહિલા આર એફ ઓએ તેમને મોબાઈલ પર ગંદી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હોવાથી ફરિયાદ આપી;નેત્રંગ વન વિભાગનો લગભગ આખો સ્ટાફ આ મહિલા RFOની ખરાબ વર્તુણક થી ત્રાસી ઉઠ્યો હતો માટે લગભગ બધા કર્મચારીઓએ તેમના વિરૂદ્ધ અગાઉ વન મંત્રીને પણ ગાંધીનગર જઈ ફરિયાદ કરી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ વનવિભાગ ના RFO જશુબેન સરવૈયાની અભદ્ર ભાષા અને ધાકધમકીના કારણે વનવિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબુર બન્યા છે. નેત્રંગ ના એક વનકમીઁને RFO જશુબેન સરવૈયા એ ફોન પર અભદ્ર ભાષામાં ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની  ધમકી આપતો ટેલીફોનીક વાતનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો  હતો ત્યારે આ બાબતના અખબારી અહેવાલ પ્રસિધ્ધ થવા છતાં વન વિભાગના એકપણ ઉપરી અધિકારીએ આ માટે કોઈજ કાર્યવાહી નહિ કરતા કંટાળેલા વન વિભાગના કર્મીઓ પૈકી એક બીટગાર્ડ એ નેત્રંગ પોલીસ સ્ટેશન માં મહિલા RFO વિરૂદ્ધ ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે.
નેત્રંગ વન વિભાગમાં બીટગાર્ડમાં ફરજ બજાવતા રવીન્દ્ર કુમાર સાહેબસિહ ગોહિલે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ નેત્રંગ રેન્જનાં આર.એફ.ઓ. જશુબેન એમ. સરવૈયા નાઓએ તેમનાં મોબાઇલ નંબર વોટસઅપ ઉપરથી રવીન્દ્ર કુમારના મોબાઈલ વોટસઅપ ઉપર ઓડિયો કોલ કરી મા સમાણી ખરાબ ગાળો બોલીઘરે આવી તને પાડી દઈશ, તને છોડીશ નહી તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ હક્કિત મેં મારી સાથે હાજર સિંકદરભાઈ માંકડ નાઓના મોબાઈલ દ્વારા વિડીયો રેકોડીંગ કરેલ છે. આ અમારા આર.એફ.ઓ. મને તથા અમારા સ્ટાફનાં માણસો સાથે ખોટી રીતે વર્તન કરી અધિકારીને સાજે નહી તેવી રીતે મા-બહેન સમાણી ગાળો બોલી વર્તન કરતાં હોય અને તેમની સામે બોલવા જઈએ તો તેઓ સ્ત્રી હોવાનો ગેર લાભ લઇ અમોને ખોટા કેશમાં ફસાવી દેવાની શક્યતા જણાય છે. બીટગાર્ડ ની આવી ફરિયાદ ના આધારે નેત્રંગ પોલીસે મહિલા RFO વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 પોલીસ ફરિયાદ અને સ્ટાફ સાથે અવાર નવાર ગેર વર્તન કરના મહિલા આર.એફ.ઓ. સામે ભરૂચ વન વિભાગ ના ઉચ્ચ અધિકારી કોઈ પગલા લેશે કે હંમેશ ની જેમ ચુપકીદી સેવશે..? શું ઉચ્ચ અધિકારીઓ આ મહિલા આરએફઓ થી ગભરાઈ છે કે કોઈ દબાણ હેઠળ છે.? તેવા સવાલ હાલ પંથક માં સંભળાઈ રહ્યા છે.

(11:47 PM IST)