તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ડેડીયાપાડા પો.સ્ટે ના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.

ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ નાસતા ફરતા આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેક્નીકલ ઇન્ટેલીજંન્સથી શોધી કાઢવા કામગીરી કરવા કડક સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ આર.જી ચૌધરી પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચન કરતા એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો ટીમ નાસતા ફરતા આરોપીની તપાસમા હતા દરમ્યાન હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળેક કે ડેડીયાપાડા પો.સ્ટે. ના ગુનાનો નાસતો ફરતો આરોપી નારાયણ શિવદાસ નકુમ રહે. શાસ્ત્રીનગર નવાપુર તા. નવાપુર, જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નવાપુર(મહારાષ્ટ્ર) હોવાની હકિકત મળતા એલ.સી.બી. ટીમે ત્યાંથી પકડી પાડયો હતો
જ્યારે ડેડીયાપાડા પો.સ્ટે ના બે અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને પણ એલસીબી ટીમે ઝડપી લીધો છે, જેમાં ડેડીયાપાડા પો.સ્ટે. પ્રોહી. એક્ટ ના બે અલગ અલગ ગુનામાં નાસતો ફરતો આરોપી રમેશભાઈ પેચરાભાઈ પાડવી( રહે.ખાડબારા તા.ધડગાવ જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા ખાતેથી શોધી કાઢી કાયદેસર કાર્યવાહી સારુ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે. આમ.નર્મદા એલસીબી ટીમે બે નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
