<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ગાંધીનગર:સેક્ટર-2માં મસમોટા ભુવામાં કાર ખાબકી : સ્થાનિકોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જ રોડ તૂટી ગયા

ગાંધીનગર :રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જ રોડ તૂટી ગયા છે, જ્યાં સમગ્ર રાજ્યના વિકાસ માટેના નીતિગત નિર્ણયો લેવાતા હોય ,જ્યાં સમગ્ર રાજ્યનો વહીવટ કરાતો હોય અને મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ અને પ્રજાના સેવકનો મુકામ રહેતો હોય એવા ગાંધીનગરમાં ઘણી જગ્યાએ રોડ બેસી ગયા છે અને ભુવા પડી ગયા છે, તો ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર આવી રહ્યા છે.

 ગાંધીનગરની આવી હાલતથી લોકોમાં નારાજગી ફેલાઈ છે, સ્થાનિકોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો

(9:45 PM IST)