તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ગુજરાતમાં પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે :હવામાન વિભાગની આગાહી
સોમવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ: દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં રવિવારે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે નર્મદા, ભરુચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ,દ્વારકા, મોરબી, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગરમાં યલો એલર્ટ આપવમાં આવી છે
હવામાન વિભાગના મેપ પ્રમાણે, આવતીકાલે એટલે સોમવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
મંગળવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
બુધવારે ત્રીજી તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુરૂવારે ચોથી તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
