<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વડાપ્રધાનના આહવાનને અનુસરી વિવિધ સ્થાનો પર વૃક્ષારોપણ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ વન - અમદાવાદ જિલ્લો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન મુજબ આજરોજ સાણંદ નગરના હજારીમાતાના મંદિર પરિસરમાં એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

 આ કાર્યક્રમમાં અતિથિ તરીકે અમદાવાદ જીલ્લા ભાજપનાં મહામંત્રી શૈલેષભાઈ દાવડા, અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી લીનાબેન પટેલ , સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડનાં જીલ્લા સંયોજક  રસિકભાઈ કોળી પટેલ ,સાણંદ નગર સંયોજક મંથનભાઇ રાવલ,  મયુરભાઈ ભાટિયા , વિરમગામ તાલુકા સંયોજક શૈલેષભાઈ કોળી પટેલ હાજર રહ્યા હતાં.

   આ ઉપરાંત દસકોઈ તાલુકાના નાજ ગામે અંધજન મંડળમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, દસકોઈ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા સદસ્યો, ભાજપના હોદ્દેદારો, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

  આ ઉપરાંત ધંધુકા તાલુકાના જાળીયા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા એપીએમસી ચેરમેન ચેતનસિંહ, તાલુકા સંયોજક ઉમેશભાઈ, ભરતભાઇ, નગર સંયોજક જયભાઈ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા

(5:06 PM IST)