તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
ઓઢવમાં દેશી તમંચા અને કારતુસ સાથે એકની ધરપકડ
સરદારનગરમાંથી સોનાની લૂંટ કરતી ગેંગના બે જબ્બેઃ રથયાત્રાને લઇને અગાઉ શહેર પોલીસ દ્વારા તમામ ક્રાઈમ રેકોર્ડ ધરાવતા લોકોને મળીને તેમને વોર્ન કરવામાં આવ્યા

અમદાવાદ, તા.૩૦,
અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે હાલ બે અલગ અલગ વિસ્તારમાંથી સોનાની ચોરી તથા છરી બતાવી લૂંટ આચરનારા બે ઈસમોની ગેંગ તેમજ સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રાખતા તમંચો તેમજ બે કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત દેખરેખ તથા તપાસ કરવામાં આવતી હોય છે હાલમાં જ ગણતરીના દિવસોમાં રથયાત્રા યોજવા જઈ રહી જેને લઇને અગાઉ શહેર પોલીસ દ્વારા તમામ ક્રાઈમ રેકોર્ડ ધરાવતા લોકોને મળીને તેમને વોર્ન કરવામાં આવ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તમામની માહિતી લેવામાં આવી રહી છે સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ દુકાનદારોને ત્યાં અંદર અને બહારના વ્યુઝ આવે તેવા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત સરદાર નગર વિસ્તારમાંથી દિપક ઉર્ફે દીપુ મોહનભાઈ કિશનચંદ મુરજાની તેમજ કેતન ઉર્ફે કિશન જયંતીભાઈ નારણભાઈ બારોટની સોનાની રણીના બે નંગની લૂંટમાં ધરપકડ કરવામાં આવી છે. જેની કુલ કિંમત ૧,૯૧,૫ ૦૦ મનાઈ રહી છે.
સાથે આરોપી દીપક મુરજાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે ગઈ તા.૧૭/૬/૨૪ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના આસપાસ નીલકમલ સોસાયટીના નાકે ગેલેક્ષી અન્ડરબ્રીજ નરોડા ખાતે શાકભાજીની લારી લઈને ઉભા રહેતા ભરતભાઈ પટણીને છરી બતાવી ૧૦,૦૦૦/- ની લુંટ આચરી હતી જેની ફરિયાદ પણ આપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોથી મળતી માહિતી મુજબ ગેરકાયદેસર તમંચા અને કારતુસ સાથે ૩૦ વર્ષની ઉંમરના બાપુનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા પ્રદીપ મઘુભાઈ ભાદાભાઈ ઝાલેરાની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને ૮સ્સ્ કારતુસના બે નંગ જેની કિંમત આશરે ૫૨૦૦ ની આસપાસ થાય છે. હાલ આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
