<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથની વહીવટી તંત્રમાંથી વિદાય

નિવૃત્ત થયા બાદ ૧૧ વર્ષ સુધી કરાર આધારિત આપી સેવાઃ ગુજરાત કેડરના ૧૯૭૯ બેચના IAS અધિકારી હતા

ગાંધીનગર, તા.૩૦,

 ગુજરાતના મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ પૂર્ણ થતાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીને વિદાય અપાઈ છે. હાલ તેમને એકસ્ટેશન અપાયું નથી. તેઓ વર્ષ ૨૦૧૩માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત ૧૧ વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.

જો કે આવતીકાલે ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે. ૩૦મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ હતો.

જો કે ૩૦ જૂન ૨૦૨૪ ના ફરી તેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસ પહેલાં રાજ્ય સરકાર તરફથી તેમને વિદાય અપાઈ છે. ૩૦મી જૂનના રોજ કૈલાસનાથનને અપાયેલા એક્સસ્ટેશનનો છેલ્લો દિવસ હતો. આ સમયે તેમનો પરિવાર અને અધિકારીઓ હાજર રહ્યા હતા, પરંતુ કોઇ મંત્રીઓ નજરે ચઢ્યા ન હતા.

કે. કૈલાશનાથન ગુજરાત કેડરના ૧૯૭૯ બેચના ૈંછજી અધિકારી હતા. વર્ષ ૨૦૦૯થી તેઓ સીએમઓમાં ફરજ બજાવતા હતા. કે. કૈલાશનાથન ૨૦૧૩માં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા. તેઓ સીએમઓમાં સૌથી પાવરફૂલ અધિકારી હતા જેથી ૧૦ વર્ષ પહેલાં નિવૃત થઇ ગયા હોવા છતાં સરકાર સ્પેશિયલ કેસમાં તેમની નિયુક્તિ વધારી રહી હતી.

તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. તેમને ઝ્રસ્ર્ં અને ઁસ્ર્ંની મુખ્ય કડી ગણવામાં આવતા હતા. ગુજરાતમાં ચાર મુખ્યમંત્રીઓ બદલાઇ ગયા પરંતુ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ તરીકે કે. કૈલાશનાથન જ રહ્યા હતા. કહેવામાં આવે છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી ખાસ વિશ્વાસુ અધિકારી હતા.

(1:58 PM IST)