તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ માટે સારા સમાચાર: ટૂંક સમયમાં આ બંને શહેરો વચ્ચે મેટ્રો શરૂ થવાની સંભાવના

અમદાવાદઃ જો બધુ બરાબર રહેશે તો અમદાવાદથી ગાંધીનગર મેટ્રો કામગીરી આવતા મહિને શરૂ થશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ રૂટ ખોલવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો GMRC સંબંધિત સૂત્રોનું માનીએ તો, અમદાવાદના મોટેરાથી રાજ્યની રાજધાની ગાંધીનગરના સેક્ટર 1 સુધી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટની કામગીરી જુલાઈમાં શરૂ થઈ શકે છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી લીલી ઝંડી મળતા જ આ રૂટ પર સેવા શરૂ થઈ જશે. 26 જૂને મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આરકે મિશ્રાએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
