<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

એક યુવકે પાર્કિંગમાંથી કાર બહાર નીકાળતા સમયે બે બાળકો કાર નીચે આવી ગયા

સદનસીબે બંને માસુમ બાળકોનો આબાદ બચાવ

સુરત, તા.૩૦,

સુરતથી ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરબત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો. ત્યાં જ બન્ને બાળકો કારના બોનેટ નીચે આવી ગયાં હતાં. જો કે, સદનસીબે આ બાળકનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ પરબત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં બે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે સોસાયટીના પટાંગણમાં રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી. બુમાબુમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો. બંને બાળકોને બહાર કાઢ્યા હતા. જો કે, સદનસીબે બન્ને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

(11:56 AM IST)