તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
મહેમદાવાદના ગોઠાજમાંથી ગાંજા સાથે એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
આ બનાવ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસે મહેમદાવાદ પોલીસ મથકે સાદીકમીંયા મલેક તથા ધીરૂભાઇ વિરૂદ્ધ નારકોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઃ છુટકમાં વેપાર કરતો હોવાની કરેલી કબૂલાત

નડિયાદ,તા.૩૦,
મહેમદાવાદ તાલુકાના ગોઠાજમાં એસ.ઓ.જી. પોલીસે એક મકાન પર દરોડો પાડી એક ઇસમને ૧ કિલો ૧૯૦ ગ્રામ કિ.રૂા. ૧૧,૯૦૦ તથા અંગ જડતીની દરમ્યાન બે મોબાઇલ ફોન કિ.રૂા. ૫૫૦૦ તથા ડીજીટલ વજન કાંટો રૂા. ૫૦૦ પ્લાસ્ટીકના પાઉચ નંગ ૫૦ મળી કુલ રૂા. ૧૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આ ગાંજો પાંચ દિવસ પહેલા બિલોદરા કર્મવીર નગરમાં રહેતો ધીરૂભાઇ નામનો શખ્સ (જેનો મો.નં. ૯૦૫૪૮૯૦૬૬૫) આપી ગયો હતો. અને પોતે છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસે મહેમદાવાદ પોલીસ મથકે સાદીકમીંયા મલેક તથા ધીરૂભાઇ વિરૂદ્ધ નારકોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એસઓજી પી.આઇ.ડી.એન. ચુડાસમાને બાતમી મળેલ કે મહેમદાવાદ તાલુકાના ગોઠાજ વિજયનગર ખાતે રહેતા સીદીકમીંયા સાબીરમીંયા મલેક પોતાના મકાનમાં ગાંજા જેવો નશીલો પદાર્થ રાખી ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે પોતાના સ્ટાફના જવાનો તથા એસઓજી સ્ટાફના જવાનો બાતમી વાળી જગ્યાએ જવા નીકળ્યા હતા. દરમ્યાન એસઓજી પોલીસે ગોઠાજમાં એક મકાન પર દરોડો પાડ્યો હતો. આ વખતે ખાટમામાં બેઠેલ એક ઇસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સીદીકમીંયા સાબીરમીંયા મલેક (રહે.ગોઠાજ) હોવાનું જણાવ્યું હ તું. પોલીસે મકાનની તપાસ કરતા બેઠેલ ખાટલા નીચે સફેદ ઝભલામાં કંઇક ભરેલ હતું. જે ઝભલામાં તપાસ કરતા વનસ્પતી જન્ય પદાર્થ હોવાનું જણાયેલ પોલીસે સાદીકમીંયાને પૂછતાં તેણે આ ઝભલામાં ગાંજો ભરેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવ્યા હતા.
પોલીસે આ ગાંજો તોલતા તેનું વજન ૧ કિલો ૧૯૦ ગ્રામ કિ. રૂા. ૧૧,૯૦૦નો જથ્થો હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે સીદીકમીંયાની અંગજડતી કરતા બે મોબાઇલ ફોન કિ.રૂા. ૫૫૦૦ તથા ડીજીટલ કાંટો રૂા. ૫૦૦ મળી કુલ રૂા. ૧૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સંદર્ભે એસઓજી પીઆઇ ડી.એન. ચુડાસમાએ નશીલા પદાર્થનો કારોબર કરનાર સીદીકમીયા મલેકની પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો પાંચ દિવસ પહેલા બિલોદરા કર્મવીરનગરમાં રહેતો ધીરૂભાઇ નામનો ઇસમ વેચાણ અર્થે આપી ગયો હોવાની કબુલાત કરી હતી. આ બનાવ સંદર્ભે એસઓજી પોલીસ એચ.એમ.રબારીની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સીદીકમીંયા સાબીરમીંયા મલેક (ગોઠાજ) તથા ધીરૂભાઇ રહે. બિલોદરા કર્મવીર નગર નડિયાદ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
