તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
આણંદ-મોગરીમાં ઝાડા-ઉલટી બેકાબૂ, નવા ૫૦ કેસ
પીવાનું દૂષિત પાણી અને ગંદકી યથાવત હોવા છતાં સબ સલામતની આલબેલ પોકારતું તંત્ર

આણંદ,તા.૩૦,
આણંદ પાસેના મોગરી ગામમાં ઝાડા ઉલટીના વધુ ૨૮ જેટલા કેસ નોંધાયા છે તે પૈકી ૧૫ દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આણંદ શહેરમાં પણ આ વાવર યથાવત રહ્યો છે અને વધુ ૨૨ દર્દીઓ સાથે બંનેનો આંકડો ૫૦ પર પહોંચી ગયો છે.એક તરફ કેસ વધી રહ્યા છે જ્યારે બીજી તરફ આરોગ્ય તંત્રો સબ સલામતની આલબેલ પોકારી રહ્યું છે.
આણંદમાં કુલ ૬ કોલેરાના પોઝિટિવ કેસ અને મોગરી ગામ ખાતે ૩ કોલેરાના પોઝિટિવ કેસ મળતા કુલ આણંદ જિલ્લામાં કુલ ૯ કોલેરા પોઝિટિવના કેસ મળ્યા છે. આણંદ શહેર અને આસપાસના વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ મોગરી ગામમાં ઝાડા ઉલટીના અત્યાર સુધી કુલ ૫૨ કેસ નોંધાયા છે, તે પૈકી ૩ કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડેલ છે.
આરોગ્ય વિભાગની ૧૨ ટીમ બનાવવામાં આવી છે, જેમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યા છે. મોગરી ગામ ખાતે પાણીના ૧૨ જેટલા પાણીના લીકેજિસ મળી આવતાં જેની રીપેરીંગ અંગેની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે અને તાકીદે ૦૮ લીકેજીસ દુરસ્ત કરવામાં આવ્યા છે અને બાકી રહેલ ૦૪ લીકેજ ની રીપેરીંગ કાર્યવાહી ચાલુ છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મોગરી ગામ ખાતે ૩૪૬૦ ક્લોરિન ટેબલેટનું વિતરણ, ૯૮ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના કુલ ૧૭૪ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૭ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને ૧૨૭ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પાણીના ૩ સેમ્પલ લઈને ટેસ્ટ કરાવવા માટે મોકલવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
