<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

વડોદરાના કારેલીબાગમાં આવેલી હોસ્પિટલમાં બેડ ફૂલ, નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો ઝપટમાં

વડોદરા,તા.૩૦,

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ત્યારે વડોદરામાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બેડ ફૂલ જોવા મળ્યા હતા .જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપટમાં આવ્યા છે.

બેવડી ઋતુમાં ચેપી રોગના કેસમાં વધારો થયો છે. ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ચેપીરોગ હોસ્પિટલમાં ખાતે ૫૦ બેડની હોસ્પિટલમાં ૪૦ થી ૪૫ લોકો એડમિડ છે.

(12:34 PM IST)