<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ગુજરાતના 139 તાલુકામાં મેઘરાજા મહેરબાન : ધ્રોલમાં બે કલાકમાં સવા 2 ઈંચ: રાજકોટમાં સવા ઈંચ ધોધમાર વરસાદ

સુરેન્દ્રનગરના વઢવાણ, બોટાદ અને જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : રાજયમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચુક્યું છે. ગત સોમવારથી મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે પણ મેઘરાજાની મહેરબાની યથાવત જોવા મળી છે. જેમાં આજે દિવસ દરમિયાન રાજ્યના 139 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

આજે  બપોરે 2 થી 4ના સમયગાળામાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી જામનગરના ધ્રોલમાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં સવા ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણ, બોટાદ અને જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટમાં પોણા બે ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ,વલસાડના ઉમરગામમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે

(6:55 PM IST)