<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

કાલે અમદાવાદમાં યશ્વી પટેલનું પ્રથમ નૃત્‍ય આરાધન પર્વ યોજાશે

કલાગુરૂ શ્રીમતી ભૈરવી હેમંતનું માર્ગદર્શન : નીતિન પટેલ હાજરી આપશે

રાજકોટ, તા. ર૯ :  નૃતિ સ્‍કુલ ઓફ ક્‍લાસિકલ ડાન્‍સીસ એન્‍ડ પરફોર્મીંગ આર્ટસનાં કલાગુરૂ શ્રીમતી ભૈરવી હેમંતનાં માર્ગદર્શન હેઠળ સતત ૦૭ વર્ષ ઇંડિયન ક્‍લાસીકલ ડાંસ ભરતનાટયમની સધન તાલીમ લઇને કુ.યશ્વી પટેલ (શ્રી અમીતભાઇ અને શ્રીમતી ભુમિબેન પટેલની પુત્રી)નું અરંગેત્રમૅ કાલે તા.૩૦ રવિવારનાં રોજ દિનેશ હોલ, ઇન્‍કમ ટેક્ષ, અમદાવાદ ખાતે ૦૩:૪૫ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમને પ્રોત્‍સાહન આપવા માટે મુખ્‍ય મહેમાન તરીકે  નીતિનભાઇ પટેલ, નાયબ મુખ્‍ય મંત્રી(ભુ.પુ.), તથા પદ્યશ્રી જોરાવરસિંહ જાદવ, વાઇસ ચેરમેન, સંગીત નાટક અકાદમી, નવી દિલ્‍હી અને દુરદર્શનના ડેપ્‍યુટી ડાયરેકટર  ઉત્‍સવ પરમાર, ખાસ હાજરી આપવાનાં છે.

કુ.યશ્વી પટેલનું પ્રથમ નૃત્‍ય આરાધના પર્વ જેવા ગૌરવ પુર્ણ પ્રસંગને માણવા માટે તેઓના ૨૦ થી વધું તોહીજનો અમેરિકાથી ખાસ આ પ્રસંગમાં હાજરી આપનાર છે.

૩૦૦થી વધુ મહેમાનો/આમંત્રિતો ખાસ કરીને અમેરિકાથી આવેલ તોહીજનોની સવિશેષ હાજરીમાં કુ. યશ્વી પટેલ ભરતનાટયમ શૈલીમાં ૅઅરંગેત્રમૅ રજુ કરશે.

આ કાર્યક્રમની કોરીયોગ્રાફી, નૃત્‍ય નિર્દેશન નૃતિ સંસ્‍થાનાં ડારેકટર શ્રીમતી ભૈરવી હેમંત દ્વારા કરવામાં આવેલ છે. શ્રીમતી ભૈરવી હેમંત મલ્‍ટી ટેલેંટેડ આર્ટીસ્‍ટ છે. ડાન્‍સ ગુરુ ઉપરાંત, તે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર, પ્રોગ્રામ ડિરેક્‍ટર, આર્ટ ક્રિટિક અને પરફોર્મન્‍સ જજ તેમજ ટીવી પર ખૂબ સારી એન્‍કર અને ન્‍યૂઝ રીડર પણ છે. તેઓએ તેમની ભરતનાટયમની કલા પદ્યવિભુષણ અને પદ્યશ્રી એવા શ્રીમતી મળણાલિની સારાભાઇ તથા પદ્યશ્રી ચાતુની પનીકર પાસેથી તાલીમ લીધેલ છે. તેણીને નૃત્‍ય અને કલાના ક્ષેત્રમાં યોગદાન બદલ સૌથી પ્રતિષ્ઠિત ૅગૌરવ પુરસ્‍કારૅ તેમજ નૃત્‍ય, કલા અને મીડિયા ક્ષેત્રે યોગદાન બદલ તેઓને  ડૉ. કલામ સ્‍મળતિ શ્રેષ્ઠતા પુરસ્‍કાર ૅ મળેલ છે. શ્રીમતી ભૈરવી હેમંતનો ભારતીય કલા સંસ્‍કળતિનો ભવ્‍ય વારસો કુ. યશ્વી પટેલ ૅઅરંગેત્રમૅ રજુ કરીને આગળ વધારશે અને ભારતીય સંકૃતિનું જતન કરતી રહેશે.(

(3:47 PM IST)