તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
અમદાવાદ ખાતે મળેલી CGST ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીમાં GSTનાં પ્રશ્નો રજુ કરતુ ચેમ્બર
ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા ઓનલાઇન બેઠકમાં જોડાયા

રાજકોટ, તા.૨૯: CGST અમદાવાદ ઝોન ગ્રીવન્સ રીડ્રેલ કમિટીની માનનીય પ્રિન્સીપાલ ચીફ કમિશનર શ્રીમતી સીમા
અરોરાની અધ્યક્ષતામાં તા.૨૮-૬-૨૦૨૪ ના રોજ ઓનલાઈન મિટીંગ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ઓનલાઈન જોડાઈ GST અંતર્ગત પડતી મુશ્કેલી અંગે વિવિધ પ્રશ્નોની રજુઆત કરેલ તેમજ આ પ્રશ્નોનું કેન્દ્ર સરકારની GST કાઉન્સીલમાં રજુઆત કરવા ભારપૂર્વક અનુરોધ કરેલ છે.
(૧) સમગ્ર GST પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઈ તબકકે કોઈ જાતની ગેરરીતી આચરવામા આવે તો છેલ્લો વ્વવહાર કરનાર વ્યકિતએ ભોગ બનવું પડે છે કે જેને નિયમોનુસાર મળવાપાત્ર ITC મેળવેલ હોવા છતા તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે. પ્રક્રિયામાં દર્શાવેલ સદર ક્ષતીના નિવારણ અર્થે ટેક્ષ પેયર દ્વારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરૂરી છે તે સબબ રજુઆત કરવામાં આવેલ તેમજ GST એકટમાં ટેક્ષ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત સાવધાન કરવું જરૂરી છે.
(૨) સેનેટરી નેપકોન ઉત્પાદકો GST ની ચુકવણી અને રિફંડ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. GST પહેલા આવા એકમો ડાયરેકટ ટેક્ષેશન હેઠળ આવતા હતા અને ત્યાર બાદ જુલાઈ ૨૦૧૮ માં તેઓને GST માંથી મુકિત આપવામાં આવેલી. પરંતુ GST અમલીકરણમાં આવા સેનેટરી નેપકીન એકમો ઉપર ૧૨% GST મલ્ટીપલ સ્ટેજમાં દાખલ કરવામાં આવેલ. સ્થાનીક ઉત્પાદકો ઈનપુટ ટેક્સનું ચુકવણું કરે છે પરંતુ ટેક્ષ ક્રેડીટ મેળવી શકશે નહી. કારણ કે ફાઈનલ આઉટપુટને GST માંથી મુકિત આપવામાં આવી છે. સેનેટરી નેપકીનની આયાત ઉપર કસ્ટમ ડયુટી લાગું પડતી ન હોવાને કારણે આવા ઈમ્પોર્ટ કરેલ સેનેટરી નેપકીનની સરખામણીમાં સ્થાનીક ઉત્પાદકોને ઉત્પાદન ખર્ચ વધારે આવતો હોવાને કારણે તેઓ બજારમાં ટકી શક્તા નથી. આ સંજોગોમાં તેઓ ટેક્ષબેનીફોટ મેળવે તેવા સાવધાન કરવા જરૂરી છે. (૩) ખાદ્યતેલ ઉત્પન્ન કરતા એકમો માટે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર અને ઈનપુટ ક્રેડીટ માટે અનયુટીલાઈઝડ એકયુમીલેશન GST કાયદાના સ્થાપીત હેતુઓને અનુરૂપ ન હોવાને કારણે ITC ઉપર ૦.૭૬% જેટલું એકયુમીલેશન વધવા પામે છે. આ રીસ્ટ્રીકશનને કારણે મળવાપાત્ર રીફંડ એકયુમેલેટેડ ઈનપુટ ટેક્સ ક્રેડિટના રૂપમાં ફંડ બ્લોકેજ જેવી સમસ્યા ઉદભવે છે. ખાદઘ્યતેલની ઉત્પાદન પ્રક્રિયા મુજબ રો-મટીરીયલ્સ (ક્રુડ વિગેરે) માંથી ખાદ્યતેલમાં રૂપાંતરીત કરવા માટે ૫.૭૬% જેટલું ઈનપુટ થવા પામે છે. કે જેની સામે GST નો દર ૫% વસુલવામાં આવે છે. તો આ રોતે ૦.૭૬% જેટલો ૧૧ માં વધારો થવાથી ફંડ બ્લોકેજ નો પ્રશ્નો ઉદભવતો હોય આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું.
(૪) CGSTને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે PGRC કમિટી કાર્યરત છે અને તેની દર ત્રણ મહિને મિટીંગ મળે છે. તે મુજબ SGST વિભાગ દ્ધારા PGRC કમિટીની રચના કરવામાં આવે અને તેમાં ચેમ્બર / એસોસીએશનના પ્રતિનિધિઓનો સમાવેશ કરી દર ત્રણ મહિને મિટીંગ બોલાવવી. જેથી કરીને GST અંતર્ગત વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલઓનું નિરાકરણ લાવી શકાય.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
