News of Saturday, 29th June 2024
‘આસુસ'નો આણંદમાં વધુ એક એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ થયો
ગુજરાતમાં આ પચ્ચીસમો સ્ટોર શરૂ કરવામાં આવ્યો

રાજકોટ તા. ૨૯: દેશભરમાં બ્રાન્ડના રિટેલ ફૂટપ્રિન્ટને મજબૂત બનાવવાના એક પગલા તરીકે આસુસ ઇન્ડિયા, તાઇવાનની ટેક જાયન્ટ કંપનીએ આણંદમાં એક એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો છે. આ નવો વિશિષ્ટ સ્ટોર ૩૩૩ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને વિવોબુક, ઝેનબુક, રિપબ્લિક ઓફ ગેમર્સ (ROG) લેપટોપ્સ, ગેમિંગ ડેસ્કટોપ્સ, ઓલ-ઇન-વન ડેસ્કટોપ્સ અને એસેસરીઝ જેવા આસુસ ફ્લેગશિપ ઉત્પાદનો સહિત ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર હાર્ડવેરની વ્યાપક શ્રેણીને હોસ્ટ કરવા માટે તૈયાર છે. આ બ્રાન્ડનો આણંદમાં બીજો અને ગુજરાતમાં ૨૫મો સ્ટોર છે.
વિસ્તરણ વિશે વાત કરતા, આસુસ ઇન્ડિયાના PC અને ગેમિંગ બિઝનેસના નેશનલ સેલ્સ મેનેજર, જિગ્નેશ ભાવસારે જણાવ્યું હતું કે, અમે ભારતમાં અમારા રિટેલ ફૂટપ્રિન્ટના વિસ્તરણની જાહેરાત કરવા આતુર છીએ. ગુજરાત અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે, આણંદ શહેરમાં નવા બ્રાન્ડ સ્ટોરનું ઉદ્ધાટન અમારા લેટેસ્ટ ઇનોવેશનના અનોખા અનુભવ સાથે દેશના વિવિધ વિસ્તારોના ગ્રાહકોને સશક્ત બનાવવાની દિશામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. રિટેલ વિસ્તરણ અભિગમના વિચાર સાથે, અમે અમારા વપરાશકર્તાઓ માટે વધુ ક્રિયા પ્રતિક્રિયા અને નવા ટચપોઇન્ટ્સ બનાવવાનું ચાલુ રાખીશું.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
