તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
અમદાવાદ :જૈન ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલ અથાણામાંથી નીકળી મરેલી ગરોળી:એક મહિનો અથાણું ખાધા પછી ખબર પડી !: જુઓ વિડિઓ
અથાણાની બરણી પર આપેલા ગ્રાહક સુરક્ષા નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાઉ જવાબ મળ્યો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ અપાયો કે શોપ ઉપરથી બેનને નવું અથાણું મળી જશે

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિનાબેન નામના મહિલા એક મહિનાથી અથાણું આરોગી રહ્યાં હતા. એક મહિનો અથાણું ખાધા પછી તેમને ખબર પડી કે આ અથાણામાં તો ગરોળી હતી. જે તેમણે જૈન ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું.
અથાણાની બરણી પર આપેલા ગ્રાહક સુરક્ષા નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાઉ જવાબ મળ્યો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે, શોપ ઉપરથી બેનને નવું અથાણું મળી જશે. હિનાબેને ફુડ સેફ્ટી ટોલ ફ્રિ નંબર પર કોલ કર્યો, પરંતુ ત્યાંથી પણ તેમને કઇક એવો જ જવાબ મળ્યો.
ખોરાકમાં આવી બેદરકારીની ભેળસેળ અનેકવાર સામે આવી છે. આપણા રાજ્યની જ આવી અનેક ઘટનાઓ છે. ક્યાંક મરેલો વંદો, તો ક્યાંક માખી, ક્યાંક મંકોડો, તો ક્યાંક મરેલી ગરોળી ખોરાકમાં ઝેર ફેલાવી ચૂકી છે.
અમદાવાદથી માંડીને સુરત સુધી, રાજકોટથી માંડીને જામનગર સુધી ખોરાકમાં લોલમલોલની ઘટનાઓને અંજામ મળી ચૂક્યો છે. વડોદરામાં પફમાંથી અને ભોજનમાંથી વંદો નિકળવાની ઘટના સર્જાઇ હતી. તો ખિચડી અને શાકમાંથી મરેલી જીવાત નિકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. તો અમદાવાદમાં પિઝામાંથી માખી અને દાસ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી ચૂકી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
